તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેબિનેટની બેઠકમાં નિર્ણય:રાજ્યનાં 4 મહાનગરમાં કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડો; 1થી 14 જાન્યુઆરી સુધી હવે રાત્રે 10થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં
 • 31 ડિસેમ્બર સુધી રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
 • અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હવે દસથી સવારના છ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો છે. બુધવારે સાંજે રાજ્યની કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. 14 જાન્યુઆરી સુધી આ રીતે કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરી બાદ આ અંગે પુનઃસમીક્ષા થશે. જો સંક્રમણમાં ઘટાડો થાય અને સ્થિતિ સુધરે તો કર્ફ્યૂ વધુ હળવો થશે. આ ઉપરાંત ઉત્તરાયણમાં જો સ્થિતિ સારી જણાશે તો લગ્ન અને અન્ય સમારોહમાં આમંત્રિતોની સંખ્યા પરની મર્યાદા પણ ઘટશે. આ અગાઉ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે કર્ફ્યૂનો સમયગાળો ઘટશે.

પતંગોત્સવ નહીં થાય, ધાબે ચગાવી શકાશે
ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં પતંગોત્સવ પર પણ મનાઇ ફરમાવી છે. तेथતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. જો કે લોકો ધાબા પર પતંગ ચગાવી શકશે. આ અંગે વિસ્તૃત ગાઈડલાઈન જારી કરાશે.

અમદાવાદ સહિત 4 શહેરોમાં 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કર્ફ્યૂના અમલનો સમય રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની આ સમય વ્યવસ્થા 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.

કોરોનાના કેસો ઘટતાં કર્ફયૂમાં છૂટછાટ મળી
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.

નાઇટ કર્ફ્યૂની ધંધા-રોજગાર પર મોટી અસર થઈ
કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. નાતાલથી ઇસુના નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે.

હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટની માગ કરી હતી
દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.

હાઈકોર્ટે સરકારને શું ટકોર કરી હતી
હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો