JEE એડવાન્સ્ડ રિઝલ્ટ:JEE એડવાન્સમાં અમદાવાદની તનિષ્કા 16મા રેન્ક સાથે ઑલ ઇન્ડિયા લેવલે ગર્લ્સ ટોપર, અમદાવાદના 4 વિદ્યાર્થી ટોપ 100માં

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મુંબઈનો શિશિર ટોપર, પહેલા 15 ક્રમ પર છોકરાઓનો દબદબો, પરિણામ 3.34% ગગડ્યું

આઇઆઇટીની પ્રવેશ પરીક્ષા જેઇઇ-એડવાન્સ્ડનું પરિણામ રવિવારે જાહેર થયું. આ વર્ષે મેથ્સના કારણે રિઝલ્ટ નીચું રહ્યું. 10 બોનસ માર્ક પણ મદદ ન કરી શક્યા. ટોપર રહેલો મુંબઇ ઝોનનો આર. કે. શિશિર આ કારણથી જ 360માંથી 314 (87.22%) માર્ક લાવી શક્યો જ્યારે ગત વર્ષના ટોપર મૃદુલે 96.66% મેળવ્યા હતા. બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયાની તનિષ્કા કાબરા જેઈઈ એડવાન્સમાં 16મા રેન્ક સાથે ઑલ ઇન્ડિયા લેવલે ગર્લ્સ ટોપર બની છે.

ગુજરાતના 6થી વધુ વિદ્યાર્થી 100 રેન્કમાં આવ્યા
​​​​​​​
દેશભરના ટોપ 100 રેન્કમાં અમદાવાદના 4 સહિત ગુજરાતના 6થી વધુ વિદ્યાર્થી આવ્યા છે. જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સે રેન્કમાં સામેલ થવા દરેક વિષયમાં લઘુતમ 4.4% માર્ક અને 3 વિષય- ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સમાં કુલ લઘુતમ 15.28%નો આધાર રખાયો હતો. એટલે કે લઘુતમ 55 માર્ક પર જનરલના સ્ટુડન્ટને એડમિશન માટે પસંદ કરાયા છે. ઓબીસી અને EWS કેટેગરી માટે કટઑફ 50, એસસી-એસટી માટે 28 રહ્યું.

રાજ્યમાંથી આઠ હજારથી વધુ વિદ્યાર્થીએ પરિક્ષા આપી
​​​​​​​
ઓગસ્ટમાં યોજાયેલી જેઈઈ એડવાન્સ રાજ્યમાંથી આઠ હજારથી વધુ વિદ્યાર્થીએ આપી હતી, જેમાંથી બે હજારથી વધુ વિદ્યાર્થી ક્વોલિફાય થયા હોવાનું ​​​​​​​નિષ્ણાતોએ કર્યું છે. જેઈઈ કોચિંગ એક્સપર્ટ રાકેશ બોથરા અને સંજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જેઈઈ એડવાન્સમાં ગયા વર્ષ કરતાં ટોપ 100માં ગુજરાતના રેન્કર્સની સંખ્યા વધી છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે કટઓફ માર્ક્સ 15 ટકા ઘટ્યું છે. જેઈઈ કોચિંગ એક્સપર્ટ ડો. સંજયકુમાર વિજયે જણાવ્યું કે, આ વર્ષે ઓવરઓલ જેઈઈ એડવાન્સ આપનારા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર હાર્ડ લાગ્યું હતું. પરંતુ રેન્કર્સની સંખ્યા વધી છે.

કોમન રેન્ક લિસ્ટમાં દક્ષિણ છવાયું

 • 1. આર. કે શિશિર (બોય્ઝમાં ટોપર), તનિષ્કા કાબરા (ગર્લ્સમાં ટોપર)
 • 2. પોલુ લક્ષ્મી રેડ્ડી,
 • 3. થોમસ બીજૂ ચીરામવેલિલ,
 • 4. વંગાપલ્લી સાઇ સિદ્ધાર્થ,
 • 5. મયંક મોટવાની,
 • 6. પોલીસેટ્ટી કાર્તિકેય,
 • 7. પ્રતીક સાહૂ,
 • 8. ધીરજ કુરુકુંડા,
 • 9. મહિત ગઢીવાલા,
 • 10. વેત્ચા જ્ઞાન મહેશ.

ઓજસ દિવ્યાંગ શ્રેણીમાં ટોપર: 6 વર્ષની ઉંમરે સાંભળવાની ક્ષમતા ગુમાવનારો મુંબઇનો ઓજસ માહેશ્વરી દિવ્યાંગ શ્રેણીમાં ટોપર રહ્યો. જનરલ લિસ્ટમાં રેન્ક 26મો રહ્યો. તે JEE મેઇન ટોપર હતો.

કટઑફ નીચું રહેવાના 3 મુખ્ય કારણ

 • 1 ભણવાની ક્ષમતા પર અસર: 2020-21 કોરોનાકાળ હતો કે જ્યારે અભ્યાસ ઓનલાઇન થતો હતો. જેઇઇ મેઇન અને નીટની સરખામણીમાં એડવાન્સ્ડના પ્રશ્નો લાંબા હોય છે. તેથી સ્ટુડન્ટ્સને પ્રશ્નો વાંચવા-સમજવામાં તકલીફ પડી.
 • 2 ઓટીબીટી: મેથ્સના પ્રશ્નો આઉટ ઑફ ધ બોક્સ થિન્કિંગ સંબંધિત હતા. આ કારણથી જે સ્ટુડન્ટ્સના કન્સેપ્ટ એકદમ સ્પષ્ટ હતા એ જ પેપર સારી રીતે સોલ્વ કરી શક્યા.
 • 3 ફિઝિક્સ-કેમિસ્ટ્રી: આ વિષયોના પ્રશ્નો અઘરા નહીં પણ લાંબા હતા, જે સોલ્વ કરવામાં સ્ટુડન્ટ્સને ઘણો સમય લાગ્યો, જેના કારણે ઘણાં પ્રશ્નો છૂટી ગયા.

ટાઇમ મેનેજમેન્ટ અને વધુ મોક ટેસ્ટે સફળતા અપાવી: તનિષ્કા
માતા-પિતા અને દાદાના ઇમોશનલ સપોર્ટ, કોચિંગ એક્સપર્ટના માર્ગદર્શન સાથેની સ્માર્ટ પ્રિપરેશન, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટના લીધે જેઈઈ એડવાન્સમાં ટોપ 16 રેન્ક સાથે દેશમાં ફિમેલ ટોપર્સ બનવાની તક મળી છે. આશરે 50થી વધુ મોક ટેસ્ટ આપી હોવાથી સારું પરિણામ આવ્યું. હવે આઈઆઈટી મુંબઈમાં પ્રવેશ લેવાની ઈચ્છા છે.> તનિષ્કા કાબરા, ઓલ ઇન્ડિયા 16મો રેન્ક

આ રહ્યાં અમદાવાદના 4 ટોપર્સ​​​​​​​

નામઓલ ઇન્ડિયા રેન્ક
તનિષ્કા કાબરા16
પૂજન શાહ67
માહિર પટેલ76
નિસર્ગ પંડયા83

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...