કોરોનાએ ધંધાની કમર તોડી:કોરોનાથી કરોડોનું નુકસાન થતા પોતાની માંગણીઓને લઈને અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ ધરણાં પર ઉતર્યા

અમદાવાદ9 મહિનો પહેલા
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચા�
  • પાલડી ખાતે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ અણઘના આજથી ધરણાં
  • ટેકસમાં રાહતની દરખાસ્ત કરવા અને અન્ય માગણીઓની ચર્ચા-વિચારણા કરવા સરકાર સાથે મીટિંગની માગણી

કોરોનાના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ અણઘણ આજથી પાલડી ખાતે ધરણા પર ઉતર્યા છે. તેમણે માંગણીઓ કરી છે કે કોરોના મહામારીમાં સરકારને વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ ભરતાં ટ્રાવેલ ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો છે અને વ્યવસાય હવે મૃત પ્રાય પરિસ્થિતિમાં ધકેલાઈ ગયો છે. જેથી ટેકસમાં રાહતની દરખાસ્ત કરવા અને અન્ય માગણીઓની ચર્ચા વિચારણા કરવા અમને બોલાવવામાં આવે. 15 હજારથી વધુ બસોના સંચાલકો અત્યારે કફોડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કરવાની ચીમકી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને તારીખ 6 એપ્રિલ 2021ના રોજ પત્ર લખીને ટ્રાવેલ્સ ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે સમય માંગવાની તેમની માગણી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે સરકાર દસ દિવસમાં મુલાકાત માટે સમય ફાળવવામાં નહીં આવે તો સંસ્થાના પ્રમુખશ્રી દિનેશભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે કોરોનાની ગાઈડલાઈન અનુસરી ધરણાં કરવામાં આવશે. રાજયમાં જેટલી પણ ખાનગી બસો છે તેઓ આરટીઓને પરત પાછી કરી દેશે.

ટેક્સમાં રાહત અને સહાય પેકેજની માગણી
ટેક્સમાં રાહત અને સહાય પેકેજની માગણી

કોરોનાથી ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ સતત વધતા રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. ટૂર-ટ્રાવેલચાલકોના ફેડરેશનના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢી છે. 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડનું નુકસાન છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે. એકલા અમદાવાદના ટૂર-ટ્રાવેલ-સંચાલકોને જ કુલ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચી દેવાની ફરજ પડી છે જ્યારે વિવિધ ટ્રાવેલ-સંચાલકોએ 1,250 બસો વેચવા કાઢી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના લીધે 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે પટેલ ટ્રાવેલ્સે પોતાની 50 બસો વેચી દીધી હોવાની જાહેરાત કરતાં અમદાવાદના બસમાલિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

62,500 વ્યક્તિનું ભરપોષણ અટકી ગયું
ગુજરાત ટૂરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશનના પ્રમુખ કિરણ મોદીએ કહ્યું હતું કે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે, જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિને નોકરી ગુમાવવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિનું ભરપોષણ અટકી ગયું છે, એનો અફસોસ છે. બસ દોડતી નહીં હોવાથી સરકારનો છ મહિનાના ટેક્સ રાહતનો કોઇ ફાયદો થયો નહીં. ખાનગી બસના બિઝનેસને ઉગારવા સરકારે લોનના હપતા અને ટેક્સમાં હાલ 6 માસની રાહત આપવી જોઇએ.