તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • All Flyover Bridges, Heritage Buildings In Ahmedabad Will Now Be Illuminated With Decorative Lighting, Heritage Poles On Ellisbridge Will Be Demolished

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર રોશનીથી ઝગમગશે:અમદાવાદનાં તમામ ફ્લાઇ-ઓવરબ્રિજ, હેરિટેજ બિલ્ડિંગ હવે ડેકોરેટિવ લાઇટિંગથી ઝળહળી ઊઠશે, એલિસબ્રિજ પર હેરિટેજ પોલ્સ નખાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના નેહરુબ્રિજનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
અમદાવાદના નેહરુબ્રિજનો ફાઈલ ફોટો.
  • AMC દ્વારા શહેરમાં નવી ફૂટપાથ બનાવવામાં આવશે તેમજ જૂની ફૂટપાથોનું રિપેરિંગકામ હાથ ધરાશે

અમદાવાદ શહેરનાં તમામ બ્રિજ અને હેરિટેજ બિલ્ડિંગો હવે રોશનીના ઝગમગાટથી ઝળહળી ઊઠશે. નાના-મોટા બ્રિજ અને ફલાઇ-ઓવરબ્રિજ, એલિસબ્રિજ પર હેરિટેજ પોલ્સ સહિત સ્વામિનારાયણ ટેમ્પલ પર ડેકોરેટિવ લાઈટિંગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. 89 લાખ રૂપિયાના ખર્ચે આ લાઈટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાર વાર ટેન્ડર બહાર પાડ્યા બાદ સિંગલ ટેન્ડર આવતાં આજે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવે એવી શક્યતા છે.

ઔરા બ્રાઇટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રૂ. 89 લાખનું ટેન્ડર મૂક્યું
છેલ્લા મહિનાથી અમદાવાદ શહેરમાં આવેલાં તમામ નાના-મોટા બ્રિજ, હેરિટેજ બિલ્ડિંગ, એલિસબ્રિજ પર હેરિટેજ પોલ્સ, સ્વામિનારાયણ ટેમ્પલ સહિતની જગ્યાઓ પર ડેકોરેટિવ લાઈટિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં યોગ્ય ભાવ ન મળતાં કમિટીએ પાછા મોકલ્યા હતા. ચાર વાર બાદ આજે નવી દરખાસ્ત મૂકવામાં આવી છે. ઔરા બ્રાઇટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રૂ. 89 લાખનું ટેન્ડર મૂક્યું છે. સિંગલ ટેન્ડર આવતાં આજે કમિટી એને મંજૂરી આપી દે એવી શક્યતા છે.

ફૂટપાથ બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
એ ઉપરાંત શહેરના આંબલી, બોડકદેવ, બોપલ, મેમનગર સહિતના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હવે કરોડો રૂપિયાના ખર્ચે નવી ફૂટપાથ બનાવવા અને રિપેરિંગ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સૌથી ઓછા ભાવનું રૂ. 1.10 કરોડનું ટેન્ડર મૂક્યું છે, જેને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી મંજૂરી આપે એવી શક્યતા છે. ફૂટપાથ ચાલવા માટે બનાવવામાં આવે છે, પરંતુ એના પર ચાલવા કરતાં તો દુકાનો, લારી- ગલ્લાઓ વધુ જોવા મળે છે. રૂ. 3.72 કરોડના ખર્ચે ગોતા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી વસાહત અને અન્ય જગ્યાએ RCC રોડ અને પેવર બ્લોક પણ નાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો