તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇવેન્ટ રિસિડ્યૂલ:સાંજના તમામ લગ્ન, ઇવેન્ટ્સ સવારે અને બપોરે શિફ્ટ કરાયા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં માંડ-માંડ ઊભી થતી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને પડ્યો ફરી મોટો ફટકો

વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને કોરોનાની બીજી લહેરમાં ખૂબ મોટો ફટકો પડવાનો છે. ગત વર્ષે અનલોકની સીરિઝમાં આ ઇન્ડસ્ટ્રીઓને 50માંથી 100 અને 100માંથી 200 મહેમાનો આમંત્રિત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને પગલે આ ઇન્ડસ્ટ્રીને આશા હતી કે ધીમે-ધીમે બધુ નોર્મલ થઇ જશે. બિઝનેસ માંડ પાટા પર આવી રહ્યો હતો ત્યાં કોરોનાની બીજી લહેરથી ફરી મોટો ફટકો પડ્યો છે. જેમાં સરકાર દ્વારા માત્ર 100 મહેમાનોને આમંત્રિત કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે, જેથી ઘણી ઇવેન્ટ્સ અને ક્લાયન્ટ્સને નુકસાન થશે. મંગળવારના રોજ લોકડાઉન જેવી સ્થિતિના સમાચાર વહેતા થતાં જ લોકોમાં ઉચાટ થવા લાગ્યો હતો. પરંતુ સરકારની જાહેરાત બાદ મોટાભાગના ક્લાયન્ટ્સ દ્વારા ઇવેન્ટ કંપનીને ફોન પર ફોન શરૂ કરી દેવામાં આવ્યા છે.

રાતના રિવાજો કેમ કરવા તે પરિવાર સાથે નક્કી કરીશું​​​​​​​
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ‘ અત્યારે અમે દરેક મહેમાનોને નિમંત્રણ આપી દીધા છે. હવે કોઈને ના પાડી શકાય તેમ નથી માટે જેમ ચાલે છે તેમ ચાલવા દઈશું. કેટલાક રિવાજાે રાતના હોય હવે તેમાં કઈ રીતે કરવું તે પરિવાર સાથે મળી નક્કી કરીશું .

ધામધૂમની જગ્યાએ હવે સાદગીથી લગ્ન કરવા તૈયાર
કોરોનાને કારણે ગત વર્ષે કેટલા લોકો લગ્નની તારીખ આગળ લઈ ગયા હતા. જે આ વર્ષે ધામધૂમથી કરવાનું વિચારતા હતા જેથી વધુ મહેમાનોને બોલાવી શકાય. જોકે, આ વર્ષે પણ તેમને નિરાશા મળી રહી છે અને સાદગીથી લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે.

સમાચાર મળતાની સાથે ક્લાયન્ટનાં ફોન શરૂ થઈ ગયા, હવે કેવી રીતે કરીશું આખું પ્લાનિંગ
સરકાર દ્વારા 100 મહેમાનોની પરવાનગી આપતાની સાથે મારા ક્લાયન્ટના ફોન પર ફોન આવવા લાગ્યા હતા. બધા ક્લાયન્ટ્સ તરફથી એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે હવે શું? અમે ખાલી એટલો જવાબ આપી રહ્યા છીએ કે, થોડી ધીરજ રાખો, નવેસરથી ફરી કંઇક નવું પ્લાનિંગ કરીશું. - નીતિન અગ્રવાલ, ઇવેન્ટ પ્લાનર

લિમિટેડ મહેમાનો સાથે જ આયોજન કરવાનું હોય તો ઇવેન્ટ મેનેજમેન્ટની કોઈ જરૂર નથી
અમારા એક ક્લાયન્ટના બર્થ-ડે માટે મોટા ગેધરિંગનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જોકે, મહેમાનો નિયંત્રિત કરી દેવાતા ક્લાયન્ટ દ્વારા ઇવેન્ટ રદ કરી દેવામાં આવી છે. ક્લાયન્ટનું કહેવું છે કે જો લિમિટેડ જ મહેમાનોનું આયોજન કરવાનું હોય તો તેના માટે ઇવેન્ટ મેનેજમેન્ટની કોઈ જરૂર નથી. હિમાંશુ શાહ, ઇવેન્ટ પ્લાનર

મહેમાનોની સંખ્યા નિયંત્રિત હોવાથી કોને બોલાવવા અને કોને નહીં તે પ્રશ્ન થઈ રહ્યો છે
અમારા ઘરે મે મહિનામાં લગ્ન છે, જેના માટે અમે ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હતા. આ માટે મહેમાનોની એર ટિકિટ પણ બુક થઇ ગઇ હતી. હવે પ્રશ્ન એ છે કે અન્ય રાજ્યના મહેમાનોને બોલાવવા કે નહીં. હવે મહેમાનોની સંખ્યા નિયંત્રિત હોવાથી કોને બોલાવવા અને કોને નહીં તે પ્રશ્ન સામે થઈ રહ્યો છે. -કલ્પના કોઠારી, ક્લાયન્ટ

જો વીકેન્ડ કર્ફ્યૂ આવશે તો મહેમાનોને છેલ્લી મિનિટે કેમ ના પાડવી અથવા પરમિશન લેવી
સરકારે કર્ફ્યૂનો સમય વધાર્યો છે જેથી રાતમાં યોજાતા ફંક્શન હવે સાંજે કરવા પડશે. અમારે ત્યાં વીકેન્ડમાં લગ્ન છે તેથી પ્રશ્ન થાય છે કે જો વીકેન્ડ કર્ફ્યૂ આવશે તો છેલ્લી મિનિટે મહેમાનોને કઈ રીતે ના પાડવી અથવા કઈ રીતે પરમિશન માંગવી તે ક્લિયર કરવું જોઈએ. મોનલ મારુ, યજમાન પરિવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો