તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી:AMCના તમામ કર્મચારીઓએ રાષ્ટ્ર ગીતનો વિડીયો બનાવી કેન્દ્ર સરકારની વેબસાઈટ પર અપલોડ કરવો પડશે. મ્યુનિ. કમિશનરનો પરિપત્ર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારત સરકારની https://rashtragaan.in વેબસાઈટ પર વિડીયો અપલોડ કરવો પડશે - Divya Bhaskar
ભારત સરકારની https://rashtragaan.in વેબસાઈટ પર વિડીયો અપલોડ કરવો પડશે

કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને વિવિધ કાર્યક્રમોની ઉજવણીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રગીતની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરિકો રાષ્ટ્રગીતનું ગાન કરે અને તેમનામાં દેશભક્તિની ભાવના વધુ ખીલે તે માટે રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ દર્શાવતો વ્યક્તિગત કે સામુહિક વિડીયો બનાવી ભારત સરકારની https://rashtragaan.in વેબસાઈટ પર અપલોડ કરવાનો હોય છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ઝોનલ ઓફિસો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ખાતાના વડા, અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતના ગાનની પ્રસ્તુતિ દર્શાવતો વ્યક્તિગત કે સામુહિક વીડિયો/ઓડિયો બનાવી અપલોડ કરવા તેમજ વધુમાં વધુ તેનો ફેલાવો કરવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે પરિપત્ર કરી જાણ કરી છે.

આ રીતે વિડીયો અપલોડ કરવો પડશે
મ્યુનિસિપલ કમિશનરે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે કોર્પોરેશનના અધિકારીઓથી લઈ તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગીતનો વિડીયો/ઓડિયો વેબસાઈટ પર અપલોડ કરવો અને તેનો વધુમાં વધુ ફેલાવો કરવાનો રહેશે. જેના માટે ભારત સરકારની https://rashtragaan.in વેબસાઈટ પર જઈ ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી પહેલા પોતાનું નામ લખવાનું રહેશે. બાદમાં stend એન્ડ record કરવાનું રહેશે. જે થયા બાદ વિડીયો અપલોડ કરવાનો રહેશે. વિડીયો અપલોડ થયા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ પર ટિકર રૂપે Contribute your rendering of the National Anthem of India at https://rashtragaan.in પણ મુકવાનું રહેશે જેથી લોકો વધુમાં વધુ આ બાબતે જાણકારી મેળવી વિડીયો અપલોડ કરે.