રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. 1 જુલાઈ 2021થી આ ત્રણ ટકા વધારો ગણી કુલ 31 ટકા મોંઘવારી ભથ્થું બે હપ્તામાં ચુકવણું કરવામાં આવશે. ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તે મે મહિના પગારમાં ગણતરી કરી અને જૂન મહિનામાં ચૂકવવામાં આવશે.
31 ટકા જેટલું મોંઘવારી ભથ્થું ચૂકવાશે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 28 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર મુજબ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાતમા પગાર પંચ મુજબ 28 ટકામાં ત્રણ ટકાનો વધારો ગણી અને કુલ 31 ટકા જેટલું મોંઘવારી ભથ્થું હવે ચૂકવવામાં આવશે.
મોંઘવારી ભથ્થાની રકમ બે હપ્તામાં ચુકવાશે
જુલાઈ 2021થી એપ્રિલ 2022 સુધીના 10 મહિનાના ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાની રકમ બે હપ્તામાં ચુકવાશે. જેમાં પ્રથમ હપ્તો જુલાઈ 2021 થી નવેમ્બર 2021નો રહેશે જેની ચૂકવણી જૂન 2022માં મળનારા પગારમાં થશે. જ્યારે ડિસેમ્બર 2021 થી એપ્રિલ 2022ની ચુકવણી જુલાઈ 2022ના મહિનામાં મળનારા પગાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.