તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉડ્ડયન મંત્રાલયની સૂચના:તમામ એરલાઈન્સને ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધારવા આદેશ, ડોક્ટર-નર્સને ફ્રી મુસાફરીની સુવિધા

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેસેન્જર ન મળતાં ફ્લાઈટની સંખ્યા ઘટાડવા માગણી

કોરોના મહામારીમાં અમદાવાદ સહિત દેશમાં ફ્લાઈટોમાં બુકિંગ ખૂબ જ ઘટી ગયું છે. ત્યારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને સૂચના આપી છે. હાલમાં સંચાલિત થતી 80 ટકા ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી યથાવત રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા એરલાઈન્સોએ ફ્લાઈટોની સંખ્યા 80 ટકાથી ઘટાડી 60 ટકા કરવાની માગણી કરી હતી.

2020માં કોરોનાની પહેલી લહેરમાં ફ્લાઈટો બંધ રહેતા તમામ એરલાઈન્સને ભારે આર્થિક નુકસાન થયું હતું. જો કે દિવાળી બાદ પેસેન્જરોની સંખ્યા વધતા સ્થિતિમાં થોડો સુધારો થયો હતો. પરંતુ હાલની કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યા વધતા લોકો મુસાફરી ટાળી રહ્યાં છે. આ સ્થિતિમાં તમામ એરલાઈન્સ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યાથી મુક્તિ માટે એરલાઈન્સે સરકાર પાસે આર્થિક મદદ પણ માગી છે.

ડોક્ટર-નર્સને ફ્રી મુસાફરીની સુવિધા
કોરોના મહામારી દરમિયાન સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બનેલા ડોક્ટરો અને નર્સોને ડોમેસ્ટિક સેક્ટરમાં ફ્રી મુસાફરીની સુવિધાની જાહેરાત વિસ્તારા એરલાઈન્સે કરી છે. એરલાઈન્સ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગે આપેલી માહિતી મુજબ દેશભરની તમામ સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા ડોક્ટર અને નર્સને એક શહેરથી બીજા શહેર સુધી ફ્રીમાં પહોંચાડવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો