તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનહરીફ ચૂંટણી:કર્ણાવતી ક્લબમાં તમામ 11 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા, 13માંથી 2 ઉમેદવારે ફોર્મ પાછાં ખેંચ્યાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વિજેતા ઉમેદવાર મેમ્બર પાવર પેનલના

કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં 14 ફોર્મનું વિતરણ થયું હતું. જેમાંથી 13 ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા. 13 ઉમેદવારોમાં 11 મેમ્બર પાવર પેનલના હતા. સોમવારે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મેમ્બર પાવર પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો. 19 ડિસેમ્બરે કર્ણાવતી ક્લબના 11 ડિરેક્ટર્સની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ તાજેતરમાં 14 ફોર્મના વિતરણ સામે માત્ર 13 ફોર્મ ભરીને પરત આવ્યા હતા. જેમાંથી 2 ઉમેદવારોએ સોમવારે ફોર્મ પરત ખેંચી લેતા અંતમાં મેમ્બર પાવર પેનલના ઉમેદવારો રહ્યાં હતા.

આમ મેમ્બર પાવર પેનલના ઉમેદવારો સામે કોઇ ઉમેદવારો ન રહેતા મેમ્બર પાવર પેનલનો વિજય થયો હતો. ર્ણાવતી ક્લબના સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, 11 ડિરેકટરોના ઇલેકશનમાં મેમ્બર પાવર પેનલના 11 ઉમેદવારો સામે કોઇ ઉમેદવારો ન રહેતા તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.

બિનહરીફ ચૂંટાયા
મેમ્બર પાવર પેનલમાં અમરીશ પટેલ, ભાવેશ પટેલ, ધવલ પટેલ, જગદીશ પટેલ, જયેશ મોદી, કેતન પટેલ, નીકી પટેલ, નિલેશ દેસાઇ, નિમેશ પટેલ, નિતીશ અગ્રવાલ, વિજય મહેતાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો