ઠગાઇના કેસમાં કબજે કરેલ કમ્પ્યુટર, 6 મોબાઇલ અને રૂ.1.52 લાખ પરત માગવાની અરજીમાં કોર્ટ કહે તેમ અમે અભિપ્રાય આપવા બંધાયેલા નથી તેમ કહેનાર એલીસબ્રીજના PSIને કોર્ટના અનાદર કરવા બદલ મેટ્રો કોર્ટે નોટીસ કાઢી છે.
શેર બજારનું કામ કરતા કૃણાલ રાણા અને અમfત રાણા વિરૂધ્ધ મનોજ રાજપૂતે એલિસબ્રિજમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે કૃણાલ રાણાની ઓફિસમાંથી કોમ્પ્યૂટર, પ્રિન્ટર, 6 મોબાઇલ અને રોકડા રૂ.1.52 લાખ મુદ્દામાલ પેટે કબજે કર્યા હતા. જામીન પર મુકત થયેલા કૃણાલ રાણાએ 20 જુલાઇએ મુદ્દામાલ પરત મેળવવા મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી. જેમા કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇને મુદ્દામાલ પરત આપવો કે નહીં તે માટે અભિપ્રાય મગાવ્યો હતો.
કોર્ટના અભિપ્રાય અંગેનો હુકમ કૃણાલ રાણા પીએસઆઇને આપવા ગયા હતાં. એ વખતે પીએસઆઇ એ કૃણાલ રાણાને કહ્યુંં કે, કોર્ટ કહે તેમ અમે અભિપ્રાય આપવા બંધાયેલા નથી. આથી તપાસ અધિકારી પીએસઆઇ સામે કૃણાલ રાણાએ એડવોકેટ ભરત શાહ દ્વારા મેટ્રો કોર્ટમાં કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ પગલા ભરવા અરજી કરી હતી. જેમાં તેમની વિરૂધ્ધ નોટિસ કાઢી ન્યાયિક પગલા લેવા માટે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે. આથી કોર્ટે તપાસ અધિકારી વિરૂધ્ધ નોટિસ કાઢી તેમને ગુરુવારે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.