નિધન:અલગારી કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવિ, લોકસાહિત્યકાર અને મનમૌજી રચનાકાર જેવા અનેક નામોથી લોકહૈયે અનેરું સ્થાન પામતા કવિ ઘનશ્યામ ગઢવીનું દેહાવસાન થતાં ચાહકો અને સાહિત્યને મોટી ખોટ પડી છે. તેઓ ખેડા જિલ્લાના ચારણિયા ગામના વતની હતા. સ્વભાવે એકદમ સામાન્ય, કોઈ આડંબર નહિ.

ઘનશ્યામ ગઢવીએ અનેક રચનાઓ, પુસ્તકો અને દુહા-છંદ લખ્યા છે. જેમાં હેમંત ચૌહાણ અને જગજીતસિંહના કંઠે ગવાયેલ હે...રામ.. ધૂન આજે પણ લોકમુખે ખૂબ જ જાણીતી છે. તેમણે અનેક નાટકોમાં અભિનય પણ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...