તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈશા માટે ઓવૈસી મેદાનમાં:'આઈશાનો વીડિયો કાળજું કંપાવનારો, આપણી દીકરીઓ આપઘાત ન કરે, પતિ જુલમ ગુજારે તો તેને લાત મારે અને કાયદાનો સહારો લે'

અમદાવાદ2 મહિનો પહેલા
ઓવૈસીનો વીડિયો વાઇરલ થયો.
  • AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના વાઇરલ વીડિયોમાં આઈશાના સાસરિયાંનું દૃષ્ટાંત ટાંકી દહેજને હરામ કહ્યું
  • કોઈપણ દીકરીના મનમાં દહેજભૂખ્યાં સાસરિયાંના ત્રાસથી આપઘાતનો વિચાર આવે તો અમને કહે, ઓવૈસી તેમની સાથે છે

અમદાવાદની દીકરી આઈશાએ પતિની બેવફાઈ અને દહેજભૂખ્યાં સાસરિયાંના ત્રાસથી કંટાળી રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી જઈ આપઘાત કર્યો એના આખા દેશમાં પડઘા પડ્યા છે. આપઘાત કરતાં પહેલાં જે રીતે આઈશાએ વીડિયો બનાવ્યો અને પોતાની દાસ્તાન વર્ણવી એનાથી ભલભલાનું હૈયુ દ્રવી ઊઠ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસના (AIMIM) નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત હોવાનું કહ્યું છે. આ સાથે જ ઓવૈસીનો દરેક મુસ્લિમ મહિલાને આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લેવાની અપીલ કરતો વીડિયો વાઈરલ થયો છે.
આઈશાને દહેજ માટે દુઃખી કરાઈ એ દરેક સમાજ માટે દુઃખદ
આ વાઇરલ વીડિયોમાં ઓવૈસીને એક સભામાં આઈશાની કરુણ ઘટના અંગે પીડા વ્યક્ત કરતા દર્શાવાયા છે. તેમણે કહ્યું હતું કે પત્નીને ઘરમાં દહેજ માટે મારીને લોકો બહાર નીકળીને પોતાને ફરિશ્તા કહેવડાવે છે, પરંતુ એ લોકોને ખબર નથી કે તેઓ દુનિયાને મૂરખ બનાવી શકે છે પણ અલ્લાહને નહીં. અલ્લાહ તો લાચાર લોકોનો જ સાથ આપશે અને આવા લોકોનો ઈન્સાફ કરશે.

માસૂમ આઈશા પર જુલમ કહ્યો અને દહેજ-દહેજ કરીને તેને અધમૂવી કરી નાખી.
માસૂમ આઈશા પર જુલમ કહ્યો અને દહેજ-દહેજ કરીને તેને અધમૂવી કરી નાખી.

જે પત્ની પર જુલમ ગુજારે છે તે મર્દાનગી નહીં, કાયરતા છે
પોતાની પત્નીને લાફા મારે, તેમની પર જુલમ ગુજારે લેવા લોકો તો મર્દ કહેવાને લાયક જ નથી, આમ જણાવી ઓવૈસી આ વીડિયોમાં એવું કહેતા પણ જોવા મળ્યા હતા કે અમદાવાદની આપણી દીકરી પર દહેજભૂખ્યાં સાસરિયાં જુલમ ગુજારતાં હતાં. તેનો પતિ તેને મારતો હતો આ તો નામર્દાનગી કહેવાય. દહેજ માગવું એ મર્દાનગી નથી. માસૂમ આઈશા પર જુલમ કહ્યો અને દહેજ-દહેજ કરીને તેને અધમૂવી કરી નાખી. તેની પર જુલમ ગુજરાનારાને શરમ આવવી જોઈએ.. અલ્લાહ તેમને નરકમાં ધકેલે.

આયેશાના પતિને સજા કરવા માટે માગ ઊઠી.
આયેશાના પતિને સજા કરવા માટે માગ ઊઠી.

દીકરીઓ આત્મહત્યા ન કરે, આવા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લે
ઓવૈસીને એવું કહેતા જોવામાં આવ્યા હતા કે આપણી બેટીઓએ ડરવાની જરૂર નથી, ઓવૈસી તેમની સાથે છે. પોતાનો જીવ ન આપો, અમે તમારી સાથે છીએ. જે પતિ તમારી પર જુલમ કરે તેને લાત મારો અને કાયદાનો સહારો લો, કાયદાનો ઉપયોગ કરો. લોકોએ પણ પોતાની આસપાસમાં કોઈ બહેન-દીકરી પર જુલમ થતો હોય તો આગળ આવીને આવા લોકોને સમજાવવા જોઈએ અને ન સમજે તો પાઠ ભણાવવો જોઈએ.

આયેશાનો પતિ આરિફ રાજસ્થાન ભાગી ગયો હતો.
આયેશાનો પતિ આરિફ રાજસ્થાન ભાગી ગયો હતો.

આઈશાનો વીડિયો જોઈ મારું માથું શરમથી ઝૂકી ગયું
અમદાવાદની આપણી દીકરી આઈશાએ મરતાં પહેલાં જે વીડિયો પોસ્ટ કર્યો એ ગમેતેવાનું કાળજું કંપાવી દે એવો છે. આ વીડિયો જોતાં જ મારું માથું શરમથી ઝૂકી ગયું કે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે. દહેજ તો આપણા માટે હરામ છે. સૂવરનું માંસ ખાવા કરતાં પણ હરામ વાત દહેજ માગવું છે અને આપણા સમુદાયના લોકોએ આ વાત સમજવી જોઈએ. આપણી બહેન-દીકરીઓ આપણો માર ખાવા માટે નથી, પરંતુ સન્માનજનક છે. આપણી બહેન-દીકરીઓનો આદર કરવો જોઈએ અને એ વાત આપણે સમજવી જોઈએ. આપણી અંદરની બૂરાઈઓને દૂર કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો