તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Airport Passengers Will Have To Pay An Additional Rs 150 In Addition To Taxi Fares, Adani Group Will Charge 118 Charges Per Trip From Prepaid Taxi Operators As Well As Rs 32 Booth Fare.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘી મુસાફરી:અમદાવાદ એરપોર્ટના પેસેન્જરે ટેક્સી ભાડા ઉપરાંત વધુ રૂ.150 ચૂકવવા પડશે, અદાણી ગ્રુપ પ્રીપેઇડ ટેક્સી ઓપરેટર પાસેથી ટ્રિપદીઠ 118 ચાર્જ તેમજ રૂ.32 બૂથનું ભાડું વસૂલશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
 • ટેક્સીચાલકોને ટર્મિનલ બિલ્ડિંગ સામેના મેદાનમાં પાર્કિંગ ફાળવાયું

અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોને હવે એરપોર્ટથી ગમે ત્યાં જવા માટે ટેક્સી ભાડાની સાથે 150 રૂપિયા વધુ ચાર્જ ચૂકવવો પડશે. અત્યારસુધી એરપોર્ટથી શહેરમાં ગમે ત્યાં જવા માટે ટેક્સી ઓપરેટરો 200થી 700 રૂપિયા ભાડું વસૂલ કરતા હતા, પરંતુ હવે પેસેન્જરોને આ ભાડું 350 રૂપિયાથી લઈ 850 રૂપિયા સુધી ચૂકવવા પડશે. એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ બહાર ઊભા રહી પેસેન્જરોને ટેક્સી સેવા આપતા પ્રીપેઈડ ટેક્સીચાલકોને ટર્મિનલ બિલ્ડિંગ સામે આવેલા મેદાનમાં હાલ પાર્કિંગ ફાળવાયું છે. જ્યારે ટેક્સી બુકિંગ માટે પ્રીપેઈડ ટેક્સી ઓપરેટરને ટર્મિનલમાં ટેક્સી બૂથ ફાળવવામાં આવ્યો છે.

એરપોર્ટનું સંચાલન ખાનગી કંપની અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ પર પ્રીપેઈડ ટેક્સી ઓપરેટરો પર ટ્રિપદીઠ 118 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એની સાથે જ બૂથનું ભાડું પણ વસૂલ કરાશે. ટેક્સીચાલકો આ વધારો પેસેન્જર પાસેથી વસૂલશે. ટેક્સી ઓપરેટર અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ ટેક્સી ડ્રાઈવર એસોસિયેશન અને અમદાવાદ એરપોર્ટ પ્રીપેઈડ ટેક્સી ઓનર્સ એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બંનેની મળીને લગભગ 350 ટેક્સી એરપોર્ટ પર સેવા આપે છે. અત્યારસુધી તેઓ ટર્મિનલ બિલ્ડિંગમાંથી બહાર નીકળતા પેસેન્જરોને મળી ડાયરેક્ટ બુકિંગ કરી તેમને જે-તે સ્થળે પહોંચાડતા હતા.

રિક્ષાની ટ્રિપદીઠ રૂ.50 ચાર્જની વિચારણા
એરપોર્ટ પર રિક્ષાચાલકોને પણ ટેક્સી પાર્કિંગની સાથે મેદાનમાં જ લાઈનબદ્ધ ઊભા રહેવું પડશે. હાલ તેમના માટે એરપોર્ટ બૂથ કે અન્ય કોઈ સુવિધા નથી અપાઈ. આગામી દિવસોમાં તેમના માટે પણ બૂથ નક્કી કરવાની સાથે તેમની પાસેથી પણ ટ્રિપદીઠ 50 રૂપિયા કે તેથી વધુ વસૂલ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો