ટ્રાફિકજામ:એર શો મસ્ત ગો ઓન, પાંચ હજાર લોકો ઉમટ્યા, આશ્રમ રોડ પર 2 કલાક સુધી જામ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિવરફ્રન્ટ પર શરૂ થયેલા એર-શોમાં પ્રથમ દિવસે 5 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા. જેને પગલે આશ્રમ રોડ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ, ચીમનભાઈ બ્રિજ પાસે 2 કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. બીજી તરફ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મંગળવારથી શરૂ થયેલા ડિફેન્સ એક્સ્પોમાં 50થી વધુ દેશના પ્રતિનિધિઓ આવ્યા હતા. જેથી મુંબઇ અને દિલ્હીની ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફલાઈટના કારણે અમદાવાદ એરપોર્ટ સવારથી વ્યસ્ત રહ્યું હતુ.

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા ડેેલિગે્ટસન ઝડપી ક્લિયરન્સ માટે કસ્ટમ અને ઇમિગ્રેશનમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાઇ હતી. હરિયાણાના ડેપ્યુટી સીએમ ચાર્ટર્ડ ફલાઇટમાં જ્યારે એમએસએમએઇ મંત્રી ભાનુપ્રતાપ સિંઘ વર્મા દિલ્હીથી ફલાઇટમાં આવ્યા હતા. એરપોર્ટ પર દિવસ દરમિયાન 50થી વધુ દેશોના આશરે 1500 પ્રતિનિધિનું આગમન થયું હોવાથી નવો કંટ્રોલ રૂમ ઊભો કરાયો હતો.

નેવીની આ બોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બની હતી કે, તેમાં કોઈ સવાર ન હતું પણ આખી રિમોટ કંટ્રોલથી અપડેટ હતી તેના પર સીસીટીવી લગાવ્યા હતાં તેની ખાસિયત છે કે દુશમનોના વિસ્તારમાં જઈને કોઈપણ વ્યક્તિને રેસ્ક્યૂ કરવા માટે કામ કરે છે

અન્ય સમાચારો પણ છે...