ટ્રાફિકજામ:એર-શો, દિવાળીની ખરીદીની ભીડથી જમાલપુર બ્રિજ ચક્કાજામ, રિવરફ્રન્ટની પાળી કૂદી શો જોવા લોકોની પડાપડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એર-શોનો છેલ્લો દિવસ હોવાથી શનિવારે મોટી સંખ્યામાં લોકો ભેગા એર-શો જોવા ઊમટી પડ્યા હતા. જ્યારે દિવાળીની ખરીદી માટે પણ લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા. જેના કારણે કોટ વિસ્તાર તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોના મોટા બજારો બહારના રોડ પર ટ્રાફિકજામ રહ્યો હતો. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં એસજી હાઈવે પરના ઓનેસ્ટ ટી ઉપર દોઢથી બે કિલોમીટર ટ્રાફિકજામ રહેતા વાહનચાલકો હેરાન થયા હતા.

એર-શોના છેલ્લા દિવસે ઉમટેલા લોકો ટ્રાફિકજામમાં અટવાયા હતા અને રિવરફ્રન્ટની પાળી કૂદી શો જોવા પહોંચી ગયા હતા. જો કે, દિવાળીના તહેવારમાં ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી દંડ નહીં વસૂલે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત બાદ શનિવારે ટ્રાફિક પોલીસે નિયમ નહીં પાળનારા વાહનચાલકોને ફૂલ આપીને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...