હવાનું પ્રદૂષણ:અમદાવાદના સેટેલાઈટમાં હવાનું પ્રદૂષણ એક જ દિવસમાં બમણું થયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને 233એ પહોંચ્યો

શહેરમાં સતત બીજા દિવસે હવાના પ્રદૂષણની સ્થિતિ વણસી છે. સોમવારે શહેરમાં પ્રદૂષણનો એકંદર આંક 176 હતો. જે વધીને મંગળવારે 208 થઈ છે. સામાન્ય રીતે 100 સુધીનો આંક હવા સારી બતાવે છે. જ્યારે 100થી 200 વચ્ચે આંક હોય તો તે હવા મધ્યમ હોવાનું પરંતુ આંક 200થી ઉપર જાય તો હવા ખરાબ હોવાનું સૂચવે છે.

મંગળવારે બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 303 હતો. પીરાણામાં પણ આ ઈન્ડેક્સ બોપલ જેટલો જ હતો. સેટેલાઈટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સોમવારના 116ની સરખામણીએ લગભગ બમણો થઈ 233એ પહોંચી ગયો હતો. શિયાળા ઉપરાંત ધૂળના રજકણો અને વાહનોના ધુમાડાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ પ્રદૂષણથી વૃદ્ધો અને બાળકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે, માસ્ક પહેરવું પણ આવશ્યક છે.

એર ક્વોલિટી ઈન્ડેક્સ​​​​​​​​​​​​​​

નવરંગપુરા272
પીરાણા308
બોપલ303
સેટેલાઈટ233
રાયખડ218
ચાંદખેડા186
રખિયાલ24
અમદાવાદ208

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...