ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં એક્ટિવ:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને પગલે સરકાર સામે AIMIMના નેતા-કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
વિવિધ પ્લેકાર્ડ સાથે AIMIMના નેતા અને કાર્યકરોએ સરકાર વિરોધી નારા લગાવ્યા
  • કેન્દ્ર સરકારના મોંઘવારી અને ભાવવધારા સામે પ્લે કાર્ડ- બેનર લઈ વિરોધ સામે પોલીસે પરમિશન આપી
  • AIMIMના હોદ્દેદાર, કાર્યકર્તાઓએ બેનર અને પ્લેકાર્ડ, બેનરો સાથે નારા લગાવ્યા છતાં ધરપકડ નહીં

કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસનો કોઈ વિરોધ પ્રદર્શન સામે નથી આવ્યું. પરંતુ જે પાર્ટી પક્ષ-વિપક્ષમાં નથી એવી AIMIM પાર્ટી દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવવધારા મામલે આજે અમદાવાદમાં પોલીસ પરમિશન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AIMIM પાર્ટીએ ખુલ્લેઆમ આમ ભાજપ સરકારનો પોલીસ પરમિશન સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા સાથે AIMIMના નેતા-કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસ પરમિશન સાથે વિરોધ પ્રદર્શન
AIMIM પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ શમશાદ પઠાણ, હોદ્દેદારો અને કાર્યકરો "જો સરકાર નિક્કમી હૈ વો સરકાર બદલની હે", "હાય રે ભાજપ હાય હાય" કરી મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એકતરફ જો કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કે આંદોલન કરવામાં આવે છે તો પરમિશન આપવામાં આવતી નથી અને ધરપકડ કરવામાં આવતી હોય છે. બીજી તરફ AIMIM પાર્ટી જ્યારે આ રીતે મોંઘવારી મુદ્દે વિરોધ કરે તો તેને પોલીસ પરમિશન સાથે ભાજપ હાય હાયના નારા લગાવવા દેવામાં આવે છે.

પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા મુદ્દે AIMIMનું અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા મુદ્દે AIMIMનું અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

પોલીસે AIMIMના સરકાર વિરોધી પ્રદર્શનમાં ધરપકડ ન કરી
AIMIM પાર્ટી દ્વારા આજે દાણીલીમડા ચાર રસ્તા પાસે પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AIMIMના હોદ્દેદાર, કાર્યકર્તાઓએ બેનર અને પ્લેકાર્ડ સાથે "હાય રે ભાજપ હાય હાય, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો, અચ્છે દિન કા જૂઠા વાદા કરકે કયું બેઠા હરજાઈ હૈ" બેનરો સાથે નારા લગાવ્યા હતા. પોલીસની હાજરીમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રોડ પર ઉતરી અને વિરોધ કરવામાં આવે તો પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવે છે અને વિરોધ કરતાં જ તેમની ધરપકડ કરી લેવાય છે. પરંતુ AIMIM પાર્ટીને આવા પ્રદર્શન માટે પરમિશન સાથે વિરોધ કરવા દેવામાં આવતા હવે શું કોંગ્રેસ વિરોધ કરશે?

ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં AIMIMના કાર્યકરો જોડાયા
ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં AIMIMના કાર્યકરો જોડાયા