હુમલો:AIMIMના નેતા સમશાદ પઠાણ પર જમાલપુરના ગુજરી બજારમાં હુમલો, સારવાર માટે SVP હોસ્પિટલ લઈ જવાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

AIMIMના નેતા સમશાદ પઠાણ પર જમાલપુરના ગુજરી બજારમાં હુમલો થયો હતો. સમશાદ પઠાણના બનેવી ગુજરી બજારમાં પાથરણું લઈને બેસે છે, ત્યારે તેમના પાથરણા પાસે કેટલાક અસામાજિક તત્વો આવીને ઝગડો કરવા લાગ્યા હતા. જેથી બનેવીએ શામશાદ પઠાણને જાણ કરી હતી જેથી સમશાદ પઠાણ અને તેમના મિત્ર નફિઝ ગુજરી બજાર ગયા હતા.

ત્યાં પાથરણા પાસે ઉભેલા સમશાદ પઠાણને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ત્રિકમ વડે ઝગડો કરી રહેલા યુવકોએ તેમના હુમલો કર્યો હતો. જેમાં તેમના પીઠના ભાગે ઘા વાગ્યા હતા. આ બનાવ બાદ અસામાજિક તત્વો નાસી ગયા હતા અને સમશાદ પઠાણને તાત્કાલિક 108 દ્વારા SVP હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સાથે આવેલા મિત્ર નફીઝને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. SVP હોસ્પિટલમાં હાલ સર્વએ ચાલી રહી છે. હાલ તેમની સ્થિતિ સારી છે. સમગ્ર મામલો રિવર ફ્રન્ટ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે પરંતુ રિવર ફ્રન્ટ પોલીસને આ અંગે હજુ હોસ્પિટલ કે સમશાદ પઠાણ તરફથી જાણ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...