તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AIMIM Chief Owaisi Will Come To Gujarat To Campaign For Local Body Elections, Schedule Of Std. 10 And 12 Examinations Announced, First Paper On May 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે AIMIM ચીફ ઓવૈસી ગુજરાત આવશે, ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10મેના રોજ પહેલું પેપર

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર! અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મનપા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે.રાજકોટ મનપા ચૂંટણીમા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,255.75+458.03
ડોલરરૂ.72.96-0.00
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,800-500

આ 4 ઘટના પર રહેશે નજર
1) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત આવશે, અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે.
2) અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મનપા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે.
3) રાજકોટ મનપા ચૂંટણીમા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા.
4) આજે વર્લ્ડ કેન્સર ડે, વિવિધ શહેરોમાં અવેરનેસ કાર્યક્રમો યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10મેના રોજ પહેલું અને 25મીએ છેલ્લું પેપર
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા સવારના 10 વાગ્યાથી બપોરના 3:15નો રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાય એવી ચર્ચા, હાઇકમાન્ડ નિર્ણય કરશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાય એવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહને પક્ષમાં પરત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પર મહોર લગાવશે. શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં કોરોના વોરિયર્સને 3 મહિનાથી પગાર મળ્યો નથી, કહ્યું: 'અમને વેક્સિન નહીં હકનો પગાર આપો
ત્રણ મહિનાથી પગાર ન થતા આઉટસોર્સિંગ કોરોના વોરિયર્સ કર્મચારીઓને વેક્સિન નહીં, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો...ના સૂત્રોચ્ચારો, બેનર્સ અને પોસ્ટર્સ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓએ આંદોલનના શ્રીગણેશ કર્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગોંડલના જામવાળી ગામ પાસે ઇનોવા કાર ડિવાઇડર કૂદી બે ટુવ્હિલરને ઉલાળ્યાં, બેના ઘટનાસ્થળે જ મોત
ગોંડલના જામવાળી ગામ પાસે ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પહેલા પ્લેઝર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બાદમાં ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે પ્લેઝરચાલક મહિલા શિક્ષક અને તેના પુત્રને ગંભીર હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદના યુવાને CAનો વ્યવસાય છોડીને મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યું, 6 મહિનામાં 30 લાખની કંપની ઊભી કરી
અમદાવાદના CA યુવકે સામા પ્રવાહે ચાલીને મધ ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે. સ્ટાર્ટઅપના ટૂંકા ગાળામાં જ લાખો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની સ્થાપી દીધી છે. મધ ઉછેરમાં પરંપરાગત પદ્ધતિમાં ફેરફાર કરીને મધમાખીના ઉછેર થકી નવી પ્રોડક્ટસ લોન્ચ કરી છે. 15 લાખનું રોકાણ કરીને છ મહિનાના ટૂંકા ગાળામાં 30 લાખનું માર્કેટ વેલ્યુએશન ધરાવતી કંપની ઊભી કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઘટના પર રહેશે નજર
-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચૌરી-ચૌરા કાંડના શતાબ્દી સમારોહની શરૂઆત કરશે.
-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કર્ણાટક અને આંધ્ર પ્રદેશના 3 દિવસના પ્રવાસ પર જશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો