• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AIMIM Chief Asaduddin Owaisi Will Hold A Road Show In Ahmedabad Tomorrow With A Convoy Of 50 Vehicles And Will Also Visit Shah Alam Dargah.

મુલાકાત:ઓવૈસી આવતીકાલે અમદાવાદમાં 50 ગાડીઓના કાફલા સાથે રોડ શો કરશે, શાહઆલમ દરગાહની મુલાકાત પણ લેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ( ફાઈલ ફોટો)
  • સવારે 9.30થી 10 વચ્ચે સાબરમતી જેલમાં UPના 103 હત્યાના આરોપી અતિક અહેમદને મળશે​​​​​​
  • સાંજે ટાગોર હોલમાં ગુજરાતના નવનિયુક્ત હોદ્દેદારોને સંબોધન કરશે

ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે સોમવારે વહેલી સવારે ગુજરાત આવી રહ્યા છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. એરપોર્ટથી હોટેલમાં રોકાણ બાદ સવારે 9.30થી 10 વાગ્યે તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે. બપોરે પત્રકાર પરિષદ બાદ સાંજે ટાગોર હોલમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે.

સોમવારે સવારે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે
AIMIMના નેતાના જણાવ્યા મુજબ આવતીકાલે સવારે એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસી આવશે. સાબરમતી જેલમાં અતિક અહેમદ સાથે મુલાકાત બાદ તેઓ ગાડીઓના કાફલા સાથે હોટલ પરત કરશે જ્યાં રોડ પર કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. બપોરે પત્રકાર પરિષદ બાદ શાહઆલમ દરગાહ ખાતે જશે. સાંજે ટાગોર હોલમાં ગુજરાતના હોદ્દેદારો સાથે મુલાકાત કરી સંબોધન કરશે. સોમવારે સવારે 7 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી સીધા તેઓ ખાનપુર લેમન ટ્રી હોટલ ખાતે જશે. ખાનપુર હોટલથી. 9.30 વાગ્યે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે.

103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે
103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે

શાહઆલમ દરગાહની મુલાકાત લેશે
11.30 વાગ્યે સાબરમતી જેલથી દિલ્લી દરવાજા, પ્રેમદરવાજા, દરિયાપુર લીમડી ચોક, જોર્ડન રોડ, મિરઝાપુર થઈ અને હોટલ ખાતે પરત ફરશે. બપોરે 2.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. બપોરે 3.45 કલાકે હોટલથી લાલદરવાજા, આસ્ટોડિયા દરવાજા, મજૂરગામ થઈ શાહઆલમ દરગાહ જશે. સાંજે 5.30એ ગુજરાત ટુડે પ્રેસ પર મુલાકાત લઈ સાંજે 7 વાગ્યે ટાગોર હોલમાં જશે. જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત લઈ રાતે 10 વાગ્યે હોટલ પરત ફરશે.

રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે
2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

સત્તાવાર જાહેરાત કરાઈ
સત્તાવાર જાહેરાત કરાઈ

અતિક અહેમદની પત્ની સહિત આખો પરિવાર AIMIMમાં જોડાયો
AIMIMના ચીફ ઓવૈસી ઉત્તરપ્રદેશના 3 દિવસીય પ્રવાસના પહેલા દિવસે 8 સપ્ટેમ્બરે પહોંચ્યા હતા. અહીં એક જાહેરસભા પહેલા અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન દીકરા સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ AIMIMમાં પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા હતા. દરમિયાન પરવીને કહ્યું હતું કે, સાબરમતી જેલમાં બંધ તમારા ભાઈનો પત્ર લઈને આવી છું અને એક પત્ર વાંચ્યો હતો. તેમણે કહ્યું છે કે હવે અમારે બીજાના ઝંડા ઉઠાવવાનો સમય પૂરો થયો છે, હવે સમગ્ર દેશમાં પોતાનો હિસ્સો લેવાનો સમય આવી ગયો છે.

આ લડાઈ પોતાના બાળકોને એજ્યુકેશન આપવાની છે
આ લડાઈ પોતાના બાળકોને આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની છે. મુસલમાનોએ આજ સુધી કોઈ મુસલમાનને પોતાનો નેતા નથી માન્યો. બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.