તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ:રખિયાલના ચાર માળિયામાં પાણી છોડવા મામલે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપતા AIMIM પાર્ટીની ઉમેદવાર મહિલાએ ઝેરી દવા પીધી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાઝીયા અંસારીએ ફેસબુકમાં લાઈવ કર્યું હતું. - Divya Bhaskar
નાઝીયા અંસારીએ ફેસબુકમાં લાઈવ કર્યું હતું.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટી તરફથી ઉમેદવાર રહી ચુકેલી નાઝીયા અંસારી નામની મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રખિયાલ ચાર માળિયા ખાતે પીવાના પાણી છોડવા મામલે મેદાનમાં ચર્ચા દરમ્યાન પાંચ લોકોએ ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નાઝીયા અન્સારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રખિયાલ પોલીસે પાંચ લોકો સામે ધાક ધમકી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રખિયાલ વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં રહેતી નાઝીયા અન્સારી નામની મહિલા એનજીઓમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે. ચાર માળીયા ખાતે રહેતા સિબુભાઈ સૈયદે નાઝીયાને પાંચ દિવસ પહેલા નજીકમાં આવેલા ખુલ્લા મેદાનમાં ચાર માળિયા ખાતે પાણીની સમસ્યા બાબતે બોલાવી હતી. પાણી છોડતા નૂર આલમ પણ ત્યાં હાજર હતા. બાજુમાં આવેલી અજીત રેસિડેન્સીમાં બોરનું પાણી છોડવામાં આવે છે. જેથી ચાર માળિયા ખાતે પાણીની અછત હોવાનું જણાવ્યું હતું. સિબુભાઈએ અજીત રેસિડેન્સીમાં પાણી જતું બંધ કરવાની વાત કરી હતી. બીજા દિવસે સિબુભાઈ તેમની સાથેના ચાર માણસો આવ્યા હતા તેમજ અજીત રેસિડેન્સીના માણસોએ તેમની વાત કરી રજૂઆત કરી હતી કે, રમઝાન મહિનો છે માટે એક મહિનો પાણી આપો પરંતુ સિબુભાઇએ પાણી આપવાની ના પાડી હતી

અજીત રેસિડેન્સી તરફથી કોર્પોરેટર ઝુલ્ફીકાર પઠાણ, અલતાફભાઈ અને અન્ય લોકો સાથે મળી ચાર માળિયા ખાતે આવેલા મેદાનમાં પાણીના બાબતે ચર્ચા કરવા ભેગા થયા હતા. મીટીંગમાં બધા હાજર હતા દરમ્યાનમાં રમઝાન મહિનો ચાલતો હોવાથી એક મહિનો પાણી આપવાની સમજાવટ બાદ અજીત રેસિડેન્સીના આગેવાનો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સિબુભાઈએ કહ્યું હતું કે રાત દિવસ પાણી ચલાવો છો તો બોર બગડી જાય અને સોસાયટીવાળા પાસેથી પૈસા વસુલ કરો એમ કહી ગાળો બોલતા નાઝીયાએ ટકોર કરતા ગાળાગાળી અને ધમકી આપતા હતા. પાંચેય લોકો માનસિક ટોર્ચર કરતા નાઝીયાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...