મોબાઈલ ઉત્પાદન:દેશમાં વર્ષ 2025 સુધી મોબાઈલ એક્સપોર્ટ 10 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક- રાજીવ ચંદ્રશેખર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજીવ ચંદ્રશેખર,  સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રી ભારત સરકાર - Divya Bhaskar
રાજીવ ચંદ્રશેખર, સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રી ભારત સરકાર
  • દેશમાં વર્ષ 2025 સુધી મોબાઈલ એક્સપોર્ટ 10 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક- રાજીવ ચંદ્રશેખર

કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે છે, ત્યારે મળ્યા સાથે વાત કરતાં તેમને ભારતમાં સ્ટાર્ટઅપ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, આવનારા દિવસોમાં ન માત્ર મોટા શહેરો પરંતુ નાના શહેરો કે ગામડા સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવશે. જે માટે ટૂંક સમયમાં ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ હબ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે.

ભારતમાંથી એપલ અને સેમસંગ ફોનનું 12 મિલિયન ડોલરનું એક્સપોર્ટ
ભારતમાં થતાં મોબાઈલ ઉત્પાદન અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2014માં ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન 1 લાખ કરોડનું હતું, પરંતુ કેન્દ્ર સરકારના પ્રયાસો થકી તે 6 લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. દુનિયાભરમાં 70% ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ચીનમાં થાય છે. પરંતુ કોરોના બાદ હવે વિવિધ દેશોની વિચારસરણી બદલાઈ છે, કારણકે હવે ચીન પર આધાર રાખવો તે યોગ્ય નથી. જેથી ઇલેક્ટ્રોનિક ઉત્પાદન મામલે ભારત પાસે ઉજ્જવળ તકો રહેલી છે. ચાલુ વર્ષે ભારતમાંથી એપલ અને સેમસંગ ફોનનું 12 મિલિયન ડોલર, એટલે કે 15 હજાર કરોડનું એક્સપોર્ટ થયું છે, જે વર્ષ 2025 સુધી 10 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ અપાશે
આ ઉપરાંત તેમને જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે શાળામાં વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કરીને તેઓ કુશળ બની શકે. મોટી વાત એ છે કે શિક્ષણ નીતિના પ્રધાન પ્રમાણે વિદ્યાર્થીની કુશળતા અને આવડત પ્રમાણે જે તે ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છે તો તે ત્યાં કામ કરી શકશે, જો તે દરમિયાન તેને ફરીથી ભણવાની ઈચ્છા થાય તો માટે ક્રેડિટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તે ફરીથી અભ્યાસ કરી શકે. આ માટે ફ્રેમવર્ક આગામી દિવસોમાં જારી કરવામાં આવશે

કેન્દ્રીય મંત્રી રાજ્યની યુનિવર્સિટીની મુલાકાત લેશે
ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખર 21-૨૨ મે દરમિયાન ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના ઇનોવેશન અને ઇન્કયુબેશન સેન્ટરોની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ 21 મે ના રોજ, શનિવારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, 22 મે ના રોજ ગુજરાત યુનિવર્સિટી, અને પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ગાંધીનગરની મુલાકાત લેશે.

અન્ય સમાચારો પણ છે...