• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Aid Received To The Relatives Of Corona Deceased Will Have To Be Shown In IT, Proof That The Death Was Caused By Corona Will Also Have To Be Presented.

નવો નિયમ:કોરોના મૃતકોના સગાંને મળેલી સહાય આઈટીમાં દર્શાવવી પડશે, મૃત્યુ કોરોનાથી થયું હોવાના પુરાવા પણ રજૂ કરવા પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના સિવાયની બીમારીથી મૃત્યુ થયું હોય તો વળતર પર 60% ટેક્સ

કોરોનાકાળમાં સગાંસંબંધીનું મૃત્યુ થવાના કિસ્સામાં કેન્દ્ર સરકારે પરિવારને 50 હજારની સહાય જાહેર કરી હતી. કરદાતાએ વળતર પર ટેક્સ લાગશે કે નહીં તેવા પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રે સ્પષ્ટતા કરી હતી કે, વળતર ઉપર ટેકસ નહીં લાગે. કરદાતાએ 2021-22ના વર્ષમાં રિટર્ન ભર્યા ત્યારે આવી આવકને ટેક્સ માફીની માગણી કરી હતી. સીબીડીટીએ 3 ઓગસ્ટે પરિપત્ર કરી આવું વળતર મેળવનારે ઇન્કમટેક્સના ફોર્મ A તા. 31 ડિસેમ્બર પહેલા સાઇટ ઉપર અપલોડ કરવું પડશે. સંબંધીનું મૃત્યુ માત્ર કોરોનાના કારણે થયું છે તેવા પુરાવા રજૂ કરવા પડશે. કોરોના સિવાયની બીમારીથી મૃત્યુ થયું હોય તો વળતર પર 60 ટકા ટેક્સ લાગશે.

આ પરિપત્રમાં શરત મૂકવામાં આવી છે કે, પોઝિટિવ આવનાર દર્દીનું મૃત્યુ 6 માસમાં થયું હોવું જોઈએ. રિપોર્ટ ફિઝિશિયને સર્ટિફાઇડ કરેલો હોવો જોઇએ. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં સગાંસંબધીને મળેલા વળતર ઉપર ટેક્સ નહીં લાગે.

પુરાવા ન આપનાર સામે IT ઈન્કવાયરી કરશે
સહાય લેનારે 31 ડિસેમ્બર પહેલા આઈટીની સાઈટ પર પુરાવા અપલોડ કરવાના રહેશે. પુરાવા નહીં આપે તો સહાય લેનારા લોકોને ત્યાં ડિપાર્ટમેન્ટ તપાસ શરૂ કરશે. ઘણા લોકો પાસે કોરોનાના દસ્તાવેજ નહીં હોવાથી આ ફોર્મ ભરી નહીં શકે તો વળતર ઉપર જરૂરી ટેક્સ ભરવા ઉપરાંત ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી થશે. ટેક્સ કન્સલ્ટન્ટનો માનવું છે કે, કજરૂરી દસ્તાવેજો નહીં આપે તો તેને ગિફટ મની ગણી તેના પર 60 ટકા ટેક્સ લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...