ભાસ્કર એક્સક્લુઝિવ:AICTEનો રિપોર્ટ, વિદેશમાં અભ્યાસના ક્રેઝને કારણે વિદ્યાર્થી ઘટ્યા છેલ્લાં 3 વર્ષમાં 22 ઇજનેરી કોલેજ બંધ કરવી પડી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર વર્ષે રાજ્યમાંથી 17 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે, 26,728 બેઠકો ઓછી થઈ ગઈ

વિદેશમાં અભ્યાસના વધતા ક્રેઝની અસર રાજ્યની ટેકનિકલ કોલેજોની સંખ્યા અને તેની સીટો પર જોવા મળી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના રિપોર્ટ પ્રમાણે ત્રણ વર્ષમાં રાજ્યની 22 ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ છે, સાથે જ રાજ્યની વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં 26,728 સીટ ઓછી કરી દેવાઈ છે. બંધ થનારી ઇન્સ્ટિટ્યૂટમાં સૌથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટની 19 છે. ઘટેલી સીટોમાં 11,397 ડિપ્લોમા, 11,871 અન્ડર ગ્રેજ્યુએટ અને 3460 પોસ્ટ ગ્રેજ્યુએટની સીટ છે.

કરિયર કાઉન્સિલર ડો. રાજેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી વિદેશમાં સીધું જ એડમિશન મળે છે. વિદેશના પેકેજ પણ સારા હોવાથી માસ્ટર ડિગ્રી માટે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે, જેની અસર આપણી કોલેજોને થઈ રહી છે. આઈટી અને કમ્પ્યુટર ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પહેલી પસંદગી વિદેશ જ હોય છે.

કયા વર્ષમાં કેટલી સીટ ઘટી?

વર્ષડિપ્લોમાયુજીપીજી
2020-21573685587022502
2019-20661006414923167
2018-19687656774125962

ડિપ્લોમાની કોલેજો વધી, યુજી, પીજીની ઘટી ગઈ
AICTEના રિપોર્ટ પ્રમાણે, શૈક્ષણિક વર્ષ 2018-19માં રાજ્યમાં 147 ડિપ્લોમા, 200 અન્ડર ગ્રેજ્યુએટ (યુજી) અને 224 કોલેજો પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી)નો કોર્સ ચલાવતી હતી, પરંતુ વર્ષ 2020-21માં 149 ડિપ્લોમા, 189 અન્ડર ગ્રેજ્યુએટ અને 205 પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. એટલે કે ત્રણ વર્ષમાં ડિપ્લોમાની ત્રણ કોલેજ વધી છે, જ્યારે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ ચલાવતી 11 અને પોસ્ટ ગ્રેજ્યુએટની 19 કોલેજ બંધ થઈ ગઈ છે.

કયા વર્ષમાં કેટલી કોલેજ ઘટી?

વર્ષકોલેજની સંખ્યાઇન્ટેક
2021-223961,35,740
2019-204151,53,416
2018-194181,62,468

65 ટકા વિદ્યાર્થી પીજી માટે વિદેશ જવાનું પસંદ કરે છે
ગુજરાતમાંથી દર વર્ષે 17થી 20 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જાય છે, જેમાં 35 ટકા ડિપ્લોમા અને અન્ડર ગ્રેજ્યુએટ માટે અને 65 ટકા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ માટે જાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ફોરેન અભ્યાસનો ક્રેઝ વાલીઓમાં પણ વધી રહ્યો છે. હવે ઓછી આવક ધરાવતા વાલી પણ પોતાનાં બાળકોને વિદેશ અભ્યાસ માટે મોકલી રહ્યાં છે. - ભાવિન ઠક્કર, ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...