તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિટી રિપોર્ટર | આવનાર સમયમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની માંગ વધશે. તેને કોઈ બીટ પણ નહીં કરી શકે કેમ કે, જેટલી પણ સ્માર્ટ સિસ્ટમ આગામી સમયમાં આવશે જેમાં આ બન્નેથી જોડાયેલી રહેશે. ઉપરોક્ત વાત એક્સપર્ટ આકાશ પઢીયારે કહી હતી.
સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજિ ભાટ ખાતે મશીન લર્નિંગ યુઝિંગ પાયથોન વિષય પર ઓનલાઈન વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં 6થી વધુ આઇટી કંપનીના સીઇઓ, સિનિયર આઈટી એક્સપર્ટ અને મશીન લર્નિંગ પર સંશોધન કરનાર તજજ્ઞોએ આ વિષય પર વાત કરી હતી. જેમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપ ત્રણ દિવસનો હતો. જેમાં બે દિવસમાં જુદા-જુદા સ્પીકર જોડાયા હતા. આ અંગે વધુમાં જણાવતા કોમ્પુટર એન્જિનિયરીંગ વિભાગના એચઓડી પ્રોફેસર વિજય ગઢવીએ કહ્યું કે, 2023 સુધી એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ 75 ટકા થઈ જશે. ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટિ, સ્માર્ટ ઈ-ગવર્નન્સ, ડેટા સિક્યોરિટી જેવી ટેકનોલોજીને આપણા દેશ અને વિશ્વ ફલક પર લઈ જવા માટે મશીન લર્નિંગ અને પાયથોન જરૂરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.