તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (આહના)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કોરોનાની ગાઈડલાઈન તેમજ માસ્કનો કડક અમલ કરાવવા કહ્યું છે. આહનાના જણાવ્યા અનુસાર, લોકોમાં એવી ખોટી માન્યતા ઘર કરી રહી છે કે, કોરોના મહામારીનો અંત આવી ગયો છે. આને કારણે લોકો કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર પ્રસંગો અને મેળાવડામાં હાજરી આપી રહ્યા છે, માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું નથી. ભવિષ્યમાં બિનજરૂરી નિયંત્રણો નાખવા ન પડે તે માટે કોરોનાની ગાઈડલાઈનનો અમલ જરૂરી છે.
મહારાષ્ટ્રમાંથી ચેપ રાજ્યમાં ફેલાવાનું જોખમ
પત્રમાં આહનાએ લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં પણ કેસ સતત વધી રહ્યા છે. આ એક ખતરાની નિશાની છે. આ રાજ્યોમાંથી ચેપ ગુજરાતમાં આવે નહીં કે સ્થાનિક સ્તરે પણ કેસ વધે નહીં તે માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાવા જોઈએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.