કોરોના સામે રક્ષણ:આહના દ્વારા કોવિડ દર્દીઓ માટે હોમ કેર અને ટેલિ કન્સલ્ટેશન સર્વિસિસનું આયોજન કરાયું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ દર્દીઓની સંખ્યામાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા હોમ કેર સર્વિસ પ્રોવાઈડર્સનું રજીસ્ટ્રેશન કરીને વેબસાઈટ પર માહિતી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વખતના વેવમાં, કોવિડના દર્દીઓમાં હોમ કેર સર્વિસની જરૂરિયાત, હોસ્પિટલાઈઝેશન કરતાં વધુ હોય તેવું જણાઈ રહ્યું છે.

આહના દ્વારા હોમ કેર સર્વિસ તેમજ ટેલી કન્સલ્ટેશન સર્વિસને કેટેગરી પ્રમાણે જુદી પાડવામાં આવેલ છે જેથી સામાન્ય જનતા સમજી શકે અને આહના વેબસાઈટને રેફર કરી શકે. આનાથી હોમ કેરની ગુણવત્તામાં વધારો થશે તેમજ ચાર્જમાં કેપીંગ રહેશે. આ ઉપરાંત બિન લાયકાત ધરાવતી વ્યક્તિઓ દ્વારા હોમ કેર સર્વિસના નામે ગેરફાયદો ન ઉઠાવાય તેનું પણ ધ્યાન રખાશે. હોમ કેર સર્વિસમાં ડોક્ટર, નર્સ તેમજ પેશન્ટ કેર એટેન્ડન્ટની સેવાઓને સાંકળી લેવામાં આવી છે. આ ઉપરાંત મેડીકલ સાધનો તેમજ ઓક્સીજન વગેરેની સર્વિસના નિયમો પણ આવરી લેવામાં આવ્યા છે.

જાહેર જનતાને આહનાની વેબસાઈટ જોઈને રજીસ્ટર્ડ હોમ કેર સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી જ હોમ કેર સર્વિસ લેવાનો આગ્રહ રાખવાની આહનાએ અપીલ કરી છે. આના દ્વારા રજીસ્ટર્ડ હોમ કેર પ્રોવાઈડર્સ સામે કોઈ ફરિયાદ હોય તો તેઓ આહનાનો સંપર્ક કરી શકશે. આહનાએ એમબીબીએસ અને એમડીની લાયકાત ધરાવતા ડોક્ટરના દ્વારા ટેલિ કન્સલ્ટેશનના દરો પણ દર્શાવ્યા છે. જેનાથી લોકોને સેવા લેવામાં સરળતા રહેશે.

આહનાના ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષમાં આવેલ કોવિડ વેવ કરતાં અત્યારના વેવમાં હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત ઓછી પડી રહી છે તેવું જણાઈ રહ્યું છે. એટલે લોકોએ ગભરાવવાની જરૂર નથી. ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નિકળવું તે કોવિડને આવકારો આપવા સમાન ગણાશે તેથી સૌએ માસ્ક ફરજીયાત રીતે પહેરવાનો આગ્રહ આહના દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓએ બુસ્ટરડોઝ જેટલી જલ્દી બને તેમ આવતા ત્રણ ચાર સપ્તાહમાં આ વાઈરસ કેવું બીહેવ કરે છે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...