અમદાવાદ શહેરના વાડજમાં બે સગા ભાઈઓ વચ્ચે પૈસા બાબતે બોલચાલી થઇ હતી. રૂ. 22 લાખ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર થતાં ભાઈ તથા ભાભીએ યુવકને તલવાર મારી હતી. જેમાં યુવકને જમણી આંખના તલવાર વાગી હતી. તલવાર વાગતા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવકે તેના ભાઈ અને ભાભી વિરુદ્ધમાં ફરિયાદ નોધાવી છે.
બંને ભાઈઓ વચ્ચે ટુકડેટુકડે રૂપિયા આપવાનું નક્કી થયેલું
જુના વાડજમાં રહેતો ગીરીશ નામનો યુવક ધંધો કરે છે. ગીરીશના નાના ભાઈ હરેશને ગીરીશે 2018માં દુકાન આપી હતી. 22 લાખનો માલ પણ દુકાનમાં આપ્યો હતો. આ 22 લાખ બંને ભાઈઓ વચ્ચે સહમતીથી ટુકડે ટુકડે આપવાનું નક્કી થયું હતું. જોકે હજુ સુધી 22 લાખ આપ્યા નહોતા, જેથી ગીરીશ તેના ભાઈ હરેશ પાસે રૂપિયા માંગતો હતો. ત્યારે હરેશે ગીરીશને ફોન કરીને કહ્યું હતું કે, તું મારા ઘરે આવી જા. તને તારા પૈસા આપી દઈશ.
ભાભીએ ગાળી ભાંડીને ભાઈએ હુમલો કર્યો
ગીરીશ તેના મિત્ર સાથે તેના ભાઈના ઘરે ગયો હતો. ત્યારે હરેશ અને તેની પત્ની રીન્કીશાએ ગીરીશને કહ્યું- તારે પૈસા જોઈએ છી તેમ કહીને ગાળો આપી હતી. હરેશ તેના જ મોટા ભાઈ ગીરીશને તલવાર મારવા જતો હતો, ત્યારે ગીરીશ ખસી ગયો હતો. છતાં ગીરીશના આંખના ભાગે તલવાર વાગી હતી. ગીરીશને વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગીરીશે નારણપુરા પોલીસ સ્ટેશનમાં હરેશ અને રીન્કીશા વિરુદ્ધમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.