CA ફાઈનલ અને ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ:અમદાવાદના વેદાંત ક્ષત્રિયનો CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા ચોથો રેન્ક, CA ફાઈનલમાં AIRમાં સુરતના 2 અને અમદાવાદના 5 ટોપ 50માં

અમદાવાદ17 દિવસ પહેલા

નવેમ્બર માસમાં લેવાયેલ સીએ ફાઈનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ફાઇનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય ઓલ ઇન્ડિયામાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે. સીએના પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદના 877 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા પરિણામ 15.39% આવ્યું છે. ઓલ ઇન્ડિયા લેવલની વાત કરવામાં આવે તો 29,242 વિદ્યાર્થીઓ પૈકી 3,243 વિદ્યાર્થીઓનું 11.9% પરિણામ આવ્યું છે.

સુરતના છ વિદ્યાર્થીઓએ સુરતનું નામ ઓલ ઇન્ડિયા ક્ષેત્રે રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50ની અંદર સુરતના છ વિદ્યાર્થીઓએ કોઈ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે સુરતનો ડંકો વગાડ્યો છે. તેમાં 27મો રેન્ક મેળવી આકાશ બોથરાએ સુરતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, તો ઓલ ઇન્ડિયામાં 31મો રેન્ક મેળવી સુરતમાં નેન્સી જૈનએ બીજા ક્રમાંકનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સીએ પરીક્ષામાં ટોપ 50માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી
સીએ પરીક્ષામાં ટોપ 50માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી

વેદાંતે 12ના પરિણામ બાદ જ સીએનું સપનું સેવ્યું હતું
સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં 4 રેન્ક લાવનાર વિદ્યાર્થી વેદાંત ક્ષત્રિયે જણાવ્યું હતું કે, મારે ધોરણ 12માં સારું પરિણામ આવતા જ મેં સીએ કરવાનું નક્કી કર્યું હતું. રોજ 7-8 કલાક મહેનત કરતો હતો. મારા પિતા કાપડનો ધંધો કરે છે, પરંતુ મેં મહેનતથી સીએ કર્યું છે. એટલે હવે હું સારી નોકરી કરીશ. ઓલ ઇન્ડિયામાં 8મા નંબરે આવનાર યશ જૈને જણાવ્યું હતું કે, મારા પિતા નોકરી કરે છે, પરિવારમાં મારા દૂરના પિતરાઈ ભાઈએ સીએ કર્યું છે. સીએ પૂરું થતાં હવે કોઈ સારી કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા છે .

ટોપ 50માં 5 સ્ટુડન્ટ અમદાવાદના
સીએ પરીક્ષામાં ટોપ 50માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ઇન્ટરમીડિયેટની વાત કરવામાં આવે તો અમદાવાદના 1200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 240 વિદ્યાર્થીઓ પાસ થતાં 20 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલ પર ઇન્ટરમીડિયેટનું પરિણામ 12.72 ટકા આપ્યું છે. ટોપ 50માં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

સીએ ફાઇનલમાં દેશના ટોપ ટેનમાં 2 જ વિદ્યાર્થી
સીએ ફાઇનલના ઓલ ઇન્ડિયાના ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થી છે. જેમાં વેદાંત ક્ષત્રિય 4થા ક્રમે, યશ જૈન 8મા ક્રમે, યશ વશિષ્ઠ 15મા ક્રમે,અર્પિતા શર્મા 17મા ક્રમે અને ભાવિકા સરદા 49મા ક્રમે છે. સીએ ઇન્ટરમીડિયેટમાં નમીશ શાહ 34, વિજય આહુજા 36, હર્ષ સોનારા 40, ખુશ્બુ મહેશ્વરી 42, અજમેરા પ્રથમકુમાર અને કરણરાજ ચૌધરી 48મા ક્રમે આવ્યાં છે.

ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર
ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર

સીએ ફાઇનલમાં ટોપ 50માં બે વિદ્યાર્થીઓ સુરતના
નવેમ્બર 2022માં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. તેમાં સુરતના બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ રાજસ્થાનના અને સુરતમાં વતની એવા આકાશ બોથરા નામના વિદ્યાર્થીએ સીએ ફાઈનલની પરીક્ષામાં 800 માર્કમાંથી 560 માર્ક મેળવી ઓલ ઇન્ડિયામાં 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સાથે આકાશ બોથરા સમગ્ર સુરતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો સુરતના બીજા ક્રમે પણ ટોપ 50માં ઓલ ઇન્ડિયા રેન્કમાં વિદ્યાર્થીની એ સ્થાન મેળવ્યું છે. સુરતની નેન્સી જૈન વિદ્યાર્થિનીએ 800માંથી 555 માર્ક પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 31મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે નેન્સી જૈન સીએ ફાઈનલના પરિણામમાં સમગ્ર સુરતમાં બીજો ક્રમ મેળવ્યો છે. આ બંને વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલના પરિણામમાં ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે.

સુરતના બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી
સુરતના બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી

સીએ ઇન્ટરમીડિયેટમાં ટોપ 50માં ચાર વિદ્યાર્થીઓ સુરતના
સીએ ફાઈનલના પરિણામની સાથે આજે નવેમ્બર 2022 માં લેવાયેલ ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50ની અંદર સુરતના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેની સાથે આ વિદ્યાર્થીઓએ સુરતનો ડંકો રાષ્ટ્રીય સ્તરે વગાડ્યો છે. સુરતના ક્રિષ્ના કેડિયાએ 800 માર્કમાંથી 619 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 26 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હિતસર શાહે 800માંથી 616 માર્ક્સ પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 29મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. પ્રાગી કોઠારીએ 800માંથી 595 માર્ક્સ પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 46મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો કૃષ્ણકાંત ગીનોડિયાએ 800માંથી 594 માર્ક પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 47મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષાના પરિણામમાં સમગ્ર દેશમાં ટોપ 50માં સ્થાન મેળવી સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

વેદાંત ક્ષત્રિય
વેદાંત ક્ષત્રિય
યશ જૈન
યશ જૈન
અન્ય સમાચારો પણ છે...