તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ:અમદાવાદની ત્રિપદા સ્કૂલના સંચાલકનું વાલીઓ પર CBSEનું ફોર્મ ફરજિયાત ભરવા માટે દબાણ, કહ્યું, ‘10 માર્ચ પહેલા ના ભરવું હોય તો LC લઈ જાવ’

અમદાવાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
CBSE બોર્ડમાં ફોર્મ ભરવા ન માગતા 100 જેટલા વાલીઓએ શાળા સંચાલકને સહી કરી લિસ્ટ આપ્યું છે. - Divya Bhaskar
CBSE બોર્ડમાં ફોર્મ ભરવા ન માગતા 100 જેટલા વાલીઓએ શાળા સંચાલકને સહી કરી લિસ્ટ આપ્યું છે.

ત્રિપદા સ્કૂલનું વાલીમંડળ વસ્ત્રાપુર કચેરીએ જે વાલીઓ ગુજરાત બોર્ડમાં જ રહેવા માગે છે અને સંચાલકની જોહુકમીથી CBSE બોર્ડનું ફોર્મ નથી ભરવા માગતા તેવા 100થી વધારે વાલીઓની સહી સાથેનું લિસ્ટ આપવા માટે ગયા હતા. ત્રિપદા સ્કૂલના સંચાલકે 24 ફેબ્રુઆરીએ વાલીઓને ફરમાન કરેલું હતું કે, ‘10 માર્ચ પહેલા CBSEનું ફોર્મ ભરો અથવા LC લઈને બીજી કોઈ સ્કૂલમાં પ્રવેશ મેળવી લો.’

વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વાલીઓએ શાળા સંચાલકને આવેદન આવ્યું
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વાલીઓએ શાળા સંચાલકને આવેદન આવ્યું

સ્કૂલ સંચાલકે વાલીઓની વાત સાંભળવાનો ઇનકાર કર્યો
અચાનક જ મળેલા આ રીતના પત્રથી વાલીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. વાલીઓએ આ પત્રનો વિરોધ કરી શાળામાં રજૂઆત માટે ગયા હતા. પરંતુ સ્કૂલ સંચાલકે વાલીઓની કોઈ જ વાત સાંભળવાનો ઇનકાર કરી ‘તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી લો’ તે પ્રકારનું મનસ્વી વર્તન કર્યું હતું. વાલીઓ છેલ્લા એક મહિનાથી DEO કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆતો કરી હતી, પણ હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નહોતો. સ્કૂલના 1000 જેટલા નાના બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે.

મોટી સંખ્યામાં વાલીઓએ ઉમટી આ નિર્ણયનો વિરોધ કર્યો હતો
મોટી સંખ્યામાં વાલીઓએ ઉમટી આ નિર્ણયનો વિરોધ કર્યો હતો

વાલીઓએ પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું
વાલીઓએ જ્યારે શિક્ષણાધિકારી આર.સી. પટેલ સાહેબને મળવાની વાત કરી ત્યારે તેમણે દસ મિનિટ સુધી વાલીઓને મળવાની રાહ જોવા માટે કહ્યું હતું અને પછી પોલીસની હાજરીમાં વાલીઓ તથા શિક્ષણ અધિકારી વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં શિક્ષણ અધિકારીએ મૌખિક આશ્વાસન આપ્યું હતું કે, ત્રિપદા સ્કૂલની સેન્ટ્રલ બોર્ડની માન્યતા રદ કરવા માટે તેઓ કાર્યવાહી કરશે. આવા આશ્વાસનો અગાઉ પણ મળ્યા હતા, પરંતુ આ વખતે વાલીઓએ કંઈક નક્કર આદેશ કરવા માટે શિક્ષણ અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું અને જો પાંચ દિવસમાં આ બાબતે કોઈ નિર્ણય નહીં આવે તો સ્કૂલના બધા જ વાલીઓ શિક્ષણ અધિકારીની કચેરીએ બાળકો સાથે ધસી જશે અને ત્યાં જ સીબીએસઈ બોર્ડની માન્યતા કેન્સલ કરવાની માંગ ઉપર બેસી જશે.

બળજબરી પૂર્વક CBSEમાં ફોર્મ ભરવા સંચાલકનું દબાણ
સંચાલક દ્વારા બોર્ડ બદલવા માટે વાલીઓને સંમતિ લેવામાં આવી નથી. વાલીઓની મરજી વિરુદ્ધ બાળકને CBSE બોર્ડમાં પ્રવેશ લેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે અને એલસી લઇ લેવાની ગર્ભિત ધમકી અપાઈ છે. પરંતુ વાલીઓને ગુજરાત બોર્ડમાં જ અભ્યાસ ચાલુ રાખવો હોય તો કોઈ જ વિકલ્પ અપાયો નથી. સંચાલકે વાલીઓ પર દબાણ વધારવા માટે કરવા માટે CBSE બોર્ડનો અભ્યાસક્રમ ચાલુ કરી દેવા માટે પણ ફરમાન જારી કરી દીધું છે. પરંતુ વાલીઓએ મક્કમતાથી પોતાના હકની લડાઇ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં જો સેન્ટ્રલ બોર્ડની માન્યતા રદ નહીં થાય તો જલદ આંદોલન કરવા માટે ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો