સાયબર ક્રાઈમ:અમદાવાદની સગીરાને ભોળવીને ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ તસવીર-વીડિયો મેળવ્યા, પોલીસે હાથીજણના યુવકને ઝડપી પાડ્યો

અમદાવાદ14 દિવસ પહેલા
સાયબર ક્રાઈમ બ્રાંચે સગીરાના વીડિયો તસવીર મેળવી હોવાની ગુનામાં આરોપીને દબોચી લીધો
  • બીભત્સ તસવીરો અને વીડિયો એક જ નહીં અન્ય કેટલીક છોકરીઓ પાસેથી આરોપીએ ઇન્સ્ટાગ્રામ ચેટિંગથી લીધા
  • યુવકે 28 ઓક્ટોબરથી આજદિન સુધી ઇન્સ્ટાગ્રામ પર સગીરા સાથે ચેટિંગ કરીને બીભત્સ તસવીરો અને વીડિયો મેળવ્યા
  • અમદાવાદ સાયબર ક્રાઈમે ટેક્નિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે તપાસ કરીને આરોપીને દબોચી લીધો

અમદાવાદની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર અન્ય કોઈ વ્યક્તિની પ્રોફાઈલ પિક રાખીને ફોસલાવી હતી. ત્યારબાદ સગીરાની બીભત્સ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયાના દુષ્પ્રેરણ કર્યા હતા. તસવીરો અને વીડિયો ચેટિંગથી મેળવી ગુનો કર્યો હતો. સગીરાના વાલીએ ફરિયાદ કરી હતી. પોલીસે સગીરાના બીભત્સ તસવીર અને વીડિયો કેસમાં આરોપી યુવકની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે પોક્સો સહિતના ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

સોશિયલ મીડિયાથી વીડિયો અને તસવીરો મંગાવી
અમદાવાદ શહેરમાં રહેતા ફરીયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી કે, ગઇ 28 ઓક્ટોબરથી પહેલાથી આજદિન સુધી U R W A S H I L નામની ઇન્સ્ટાગ્રામ ઉપર અન્ય કોઇ વ્યક્તિનો ફોટો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં રાખી હતી. ફરિયાદીની સગીર વયની દીકરીને પોતાની વાતોમાં બહેલાવી, ફોસલાવી ઇન્ટરનેટના માધ્યમથી તેનો સતત પીછો કરી તેની બીભત્સ તસવીર તેમજ વીડિયો સોશિયલ મીડિયા દ્વારા દુષ્પ્રેરણ કરીને ચેટિંગ દ્વારા મેળવ્યા હતા.

ટેક્નિકલ ડેટાના આધારે આરોપીને ઝડપી પાડ્યો
આ ગુનાની તપાસ પીઆઈ આર.એમ.સરોદેએ સાંભાળી લઇ આરોપીની મળેલી ટેક્નિકલ માહિતીનો અભ્યાસ કરતા આણંદ વિસ્તાર આજુબાજુના આવતું હતું. ગુનો આચરનાર આણંદ આજુબાજુ રહેતું હોવાનું જણાઇ આવ્યું હતું. જેને ટેક્નિકલ ડેટાના આધારે પકડી પાડવા સ્ટાફને મોકલ્યો હતો. સ્ટાફે આણંદ વિસ્તારમાં તપાસ કરતા આરોપી શૈલેષ ઉર્ફે સાહીલ રમેશભાઈ લુખડા (ઉ.વ. 24) ધંધો-નોકરી રહેવાસી- પરમાર વાસ, ચર્ચની બાજુમાં, હાથીજણ, અમદાવાદ શહેરને પકડી પાડ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર સજેશન આવતા સગીરાને રિક્વેસ્ટ મોકલી હતી
ક્રાઈમ બ્રાંચની ટીમે પૂછપરછ કરતા આરોપીએ સ્વીકાર્યુ હતું કે, તે આશરે ચારેક માસ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર સજેશનમાં ફરિયાદીની સગીર વયની દીકરીનું નામ બતાવેલ હોય તેને રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ તેને મેસેજ કરી વાતચીત કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેને પોતાના બાબતે ખોટી વાતો જણાવી તેને પોતાની વાતોમાં બહેલાવી ફોસલાવીને સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ દ્વારા તેના બીભત્સ તસવીરો તથા વીડિયો મેળવ્યા હતા. આ સિવાય પણ બીજી ઘણી છોકરીઓ સાથે તેને આવી રીતે પોતાની વાતોમાં બહેલાવી ફોસલાવી તેની વાતોમાં ફસાવી તેઓની સાથે પણ આવા પ્રકારની બીભત્સ તસવીરો તથા વીડીયો મેળવ્યા હતા. જે સદર આરોપીએ ગુનો કરવા વપરાયેલ મોબાઇલ સાથે મળી આવતા તેને ગુનાના કામે અટક કરવામાં આવેલી છે.

આરોપી યુવકે અન્ય છોકરીઓ પાસેથી પણ ઈન્સ્ટાગ્રામથી બીભત્સ તસવીર અને વીડિયો મેળવ્યા હતા
આરોપી યુવકે અન્ય છોકરીઓ પાસેથી પણ ઈન્સ્ટાગ્રામથી બીભત્સ તસવીર અને વીડિયો મેળવ્યા હતા

પોક્સો, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો
સગીરાના વાલીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરતા ક્રાઇમબ્રાંચે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. આરોપી સામે ધી ઇ.પી.કો કલમ 354(ડી), ધી પોક્સો એક્ટ 11(2), 11(4),12,13,14(1), 15 તથા ધી આઇ.ટી.એક્ટ કલમ 66 (સી), 67(એ),67(બી)(એ), 67(બી)(બી) મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં તપાસ પીઆઈ આર.એમ.સરોદેએ કરી છે.

બાળકોના મોબાઈલ વપરાશમાં માતાપિતાએ સાવધાની રાખવી
સગીર વયના બાળકો દ્વારા મોબાઇલ ફોનના માધ્યમથી જુદી-જુદી સોશિયલ સાઇટ- એપ્લિકેશનનો ઉપયોગ કરે છે ત્યારે તેમની સાથે ગુનાઓ બનવાના કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે. તો માતાપિતા તેમના બાળકોને એજ્યુકેશનના હેતુથી મોબાઇલ ફોન ઉપયોગ કરવા આપે છે. ત્યારે બાળકોને સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં આવતી અજાણ્યા વ્યક્તિની રિક્વેસ્ટ તથા મેસેજોથી દૂર રહેવા બાબતે માતાપિતાએ સમજ આપવી જોઈએ. આવા પ્રકારની ઘટના બને તો બાળકોએ તેમના માતા-પિતા કે વડીલને જાણ કરી તેમની સાથે બનેલા બનાવ બાબતે પોલીસને જાણ કરવી જોઇએ. સાયબર ક્રાઇમ ખાતે સતત 24 કલાક કાર્યરત Anti Bullyig Unit (ABU)માં 100 નંબર ઉપર ફોન કરી જાણ કરી શકાય છે. જેથી આવા પ્રકારના ગુના બનતા અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...