તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાઇમરી હોય કે સેકન્ડરી માર્કેટ, બુલિયન હોય કે રિયલ એસ્ટેટ માર્કેટ ગુજરાતી રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સટ્ટામાં પૈસા લગાડવામાં અવ્લલ જ રહે. કોરોના મહામારી બાદ વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા અર્થતંત્રમાં ભારત તેમાંય ગુજરાત અને અમદાવાદ ટોચના સ્થાને રહ્યાં છે. વર્ષ 2021-22ના બજેટમાં એનઆરઆઇને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે વધુ રાહતો આપતા હવે NRIનો મૂડીરોકાણ હિસ્સો આગામી ત્રણ વર્ષમાં વધી 25 ટકા પહોંચશે તેવો અંદાજ રિયાલ્ટી નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.
એનઆરઆઇ માટેની બજેટની દરખાસ્તોમાં REITમાં થનારા રોકાણને ડિવિડન્ડ પર ટેક્સ નહિં આપવો પડે અને એનઆરઆઇ મર્યાદામાં રાહતો આપવામાં આવી છે. રેરા આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી રિઅલ એસ્ટેટમાં NRI રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. જેના કારણે ગુજરાતનું રિઅલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક ધોરણે 1 થી 1.20 લાખ કરોડનું થયું છે જેમાં અમદાવાદનો હિસ્સો અંદાજે 50000 કરોડનો છે. વાર્ષિક ધોરણે આ સેક્ટરમાં આવી રહેલા રોકાણ-માગને ધ્યાનમાં લેતા 10 ટકાથી વધુ હિસ્સો એનઆરઆઇનો રહેલો હોવાનું સાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના એમડી જક્ષય શાહે જણાવ્યું હતું.
વૈશ્વિક રોકાણના માધ્યમથી નજર કરીએ તો ચીન-હોંગકોંગ વિવાદ, યુરોપિયન દેશોમાં ક્રાઇસીસ, ડોલરમાં ડેપ્રિશિએશન, યુકે બ્રેક્ઝિટના ઘેરાવામાં છે આવા સંજોગોમાં ભારતમાં સ્થિર સરકાર, ઇન્ફ્રા ગ્રોથ, કન્ઝ્યુમર ડિમાન્ડ, નિકાસ માટે ઉત્તમ પ્લેટફોર્મ, વેપાર અંગે એફડીઆઇમાં છૂટછાટના કારણે રોકાણકારો ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ગુજરાત એગ્રી, ફાર્મા, કેમિકલ, ટેક્સટાઇલ, ડાયમંડ, સિરામિકમાં હબ હતું પરંતુ હવે ગિફ્ટ સિટી આવતા આઇટી, આઇટીએસ અને સર્વિસ સેક્ટર ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ ઝડપી ગ્રોથ રહ્યો છે. રોકાણકારોને આગામી 7-8 વર્ષમાં બમણું રિટર્ન છુટે તેવો આશાવાદ છે.
નોટબંધી, રેરા, જીએસટી, એનબીએફસી ક્રાઇસીસના કારણે રિઅલ એસ્ટેટમાં ભાવ વધતા અટક્યા હતા પરંતુ કોરોના બાદ જે વેચાણ ગ્રોથ જોવા મળ્યો છે તેમજ કાચામાલની કિંમતોમાં આવેલ વૃદ્ધિને ધ્યાનમાં લેતા આગામી સમયમાં 5-10 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે. વ્યાજદર અત્યારે ઓલટાઇમ લો છે, સરકાર દ્વારા અંદાજે 2.70 લાખની સબસિડી આપવામાં આવી રહી છે. કિંમત હજુ વધી નથી તેવા માહોલમાં અત્યારે ઘર ખરીદવું ઉત્તમ સાબીત થઇ શકે છે.
લોજિસ્ટિક રેલવે સ્ટેશનથી જમીનમાં તેજી જામશે
અમદાવાદ નજીક સાણંદ વૈશ્વિક સ્તરે ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે. સાણંદ-વિરમગામ પાસે જાપાનીઝ પાર્ક ડેવલપ થવા સાથે દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોરને લઇને રાજ્યમાં સૌ પ્રથમ લોજીસ્ટીક રેલ્વે સ્ટેશન સાણંદ-વિરમગામ હાઇવે પર તૈયાર થશે જેના કારણે દેશના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી કંપનીઓ મોટા પાયે રોકાણ કરવા આતુર છે. સાણંદ તાલુકા આસપાસમાં છેલ્લા પાંચ છ મહિનાથી જમીનની કિંમતોમાં આકર્ષક તેજી જોવા મળી છે. આગામી એકાદ વર્ષમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી હોવાથી રિઅલ એસ્ટેટ સેક્ટરમાં હજુ તેજીની શક્યતાઓ રહેલી છે.
ગિફ્ટ-ધોલેરામાં 30-35 હજાર કરોડનું રોકાણ આવશે
બજેટમાં ગિફ્ટને અનેક પ્રાધાન્ય મળ્યું છે. જેમાં ઓલ્ટરનેટ ઇનવેસ્ટમેન્ટ ફંડને મંજૂરી, ઇન્ટરનેશનલ બૂલિયન એક્સચેન્જ ટુંકાગાળામાં શરૂ થશે જેના કારણે મોટા પાયે રોકાણની તક રહેલી છે.
સોશિયલ સિક્યોરિટીના કારણે ગુજરાતનો ગ્રોથ ઝડપી
રિઅલ એસ્ટેટમાં સોશિયલ સિક્યોરિટીના માધ્યમથી જોઇએ તો ગુજરાત ટોચનું રાજ્ય છે. ગુજરાત એગ્રી, ફાર્મા, કેમિકલ, ટેક્સટાઇલ, ડાયમંડ, સિરામિકમાં હબ તો છે જ સાથે સાથે ઉચ્ચ સલામતીના કારણે ગુજરાતમાં મલ્ટીનેશનલ કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ માટે આવી રહી છે તેનો પણ મજબૂત સપોર્ટ છે.
ટૂંકા ગાળામાં હાઉસિંગ કિંમતો 5-10 ટકા વધી સુધી શકે
કોરોના મહામારી બાદ હાઉસિંગ સેગમેન્ટમાં રેડી ટુ મુવમાં મોટા પાયે ડિમાન્ડ આવી છે. આ ઉપરાંત લેબર કોસ્ટ, રો-મટિરીયલની કિંમતમાં ઝડપી વધારો, વેચાણમાં ઝડપી વૃદ્ધિ અને અનસોલ્ડ ઇનવેન્ટરી રેશિયો લોકડાઉન પૂર્વેની સ્થિતી કરતા 50 ટકા ઘટ્યો હોવાથી આગામી ટૂંક સમયમાં 5-10 ટકા સુધીનો ભાવ વધારો આવી શકે છે. > યશ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર- શિલ્પ ગ્રૂપ.
રેડી ટુ મૂવમાં અનસોલ્ડ ઇનવેન્ટરી નહીંવત્, રિડેવલપમેન્ટમાં ઝડપી ગ્રોથ
તૈયાર મકાનોમાં ઇન્વેન્ટરી સતત ઘટી રહી છે. નવા પ્રોજેક્ટ લોન્ચિંગમાં વધારો થયો છે પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થતા 2-3 વર્ષનો સમય લાગશે જેના કારણે હજુ રેડી ટુ મૂવ સેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ રહેશે. સરકારે રિ-ડેવલપમેન્ટમાં છુટછાટ આપી છે જેના કારણે શહેરની અંદર વસતા જુના મકાનોમાં રિડેવલપમેન્ટ વધશે જેનાથી ગ્રાહકોને ફાયદો થશે. > તરલ શાહ, એમડી શિવાલીક ગ્રૂપ.
30 લાખની લોન પર માસિક 2776નો ફાયદો
લોન | જાન્યુ.-20 | જાન્યુ.21 | ફાયદો |
રકમ | 8.50% | 7.00% | |
30 લાખ | 26035 | 23259 | 2776 |
50 લાખ | 43391 | 38765 | 4626 |
75 લાખ | 65087 | 58147 | 6940 |
1 કરોડ | 86782 | 77530 | 9252 |
30 લાખની લોન પર 6.67 લાખનો ફાયદો
લોન | જાન્યુ | જાન્યુ. | ફાયદો |
રકમ | 2020 | 2021 | |
30 લાખ | 3248327 | 2582153 | 666174 |
50 લાખ | 5413880 | 4303589 | 1110291 |
75 લાખ | 8120820 | 6455380 | 1665440 |
1 કરોડ | 10827757 | 8607174 | 2220583 |
સેગમેન્ટ મુજબ રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ
સેગમેન્ટ | કિંમત | ડિમાન્ડ |
એફોર્ડેબલ | 25-50 લાખ | 55 |
મિડસેગમેન્ટ | 50-1 કરોડ | 35 |
લક્ઝરી | 1.5-5 કરોડ | 10 |
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.