તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં આવેલા નાનકડા પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસકર્મી વચ્ચેના ઈલુ-ઈલુ પ્રકરણના PSIને DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુએ સસ્પેન્ડ કરી દીધાં છે. ACPને સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ અને ઘટના અંગે તપાસ સોંપાઈ હતી. જેમાં PSI અને મહિલા પોલીસકર્મી હોટલમાં ગયા હોવાનું બહાર આવતાં PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, PSIને તપાસના અંતે ગઈકાલે રાતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મહિલા પોલીસકર્મીનો પતિ હોટલમાં ગયો હતો
છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાનકડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને મહિલા પોલીસકર્મીનું ઈલુઈલુ પ્રકરણ સામે આવ્યું છે. રંગીલા મિજાજના PSI અને મહિલા પોલીસકર્મી નજીકમાં જ આવેલી એક હોટલમાં પહોંચ્યા હતા. થોડીવારમાં જ મહિલાનો પતિ ત્યાં આવી ગયો હતો. અને હોટલ સ્ટાફ દ્વારા મહિલાના પતિને રોકી લેવામાં આવ્યો હતો.
PSIને જાણ કરાતા તે લિફ્ટમાં બેઝમેન્ટમાં ચાલ્યો ગયો હતો
આ વાતની જાણ પીએસઆઇને કરી દેવામાં આવતા પીએસઆઇ અને મહિલા પોલીસકર્મીના પતિના આવવાની જાણ થવાની સાથે જ લિફ્ટ મારફતે બેઝમેન્ટમાં ચાલ્યા ગયા હતા, અને ત્યાં પીએસઆઇએ મહિલા પોલીસકર્મીને પોતાની ગાડીની ડીક્કીમાં છુપાવી દીધી હતી અને તેને લઈને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
પોલીસ અધિકારીઓએ હોટલમાં તપાસ કરી હતી
મહિલા પોલીસકર્મી અને PSI વચ્ચે ઈલું ઈલું પ્રકરણ અંગેની તપાસ ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ શરૂ કરી હતી. ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં અને હોટલમાં તપાસ કરી હતી. સમગ્ર બાબતના સીસીટીવી ફૂટેજ, મહિલા પોલીસકર્મનું નિવેદન વગેરે લેવામાં આવ્યું હતું. જેની ખાતાકીય તપાસ બાદ ગઈકાલે રાતે PSIને સસ્પેન્ડ કરાયો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.