60 વર્ષ જૂનું ગાર્ડન બનશે આધુનિક:અમદાવાદનું પરિમલ ગાર્ડન બે માળના જિમ સાથે બનશે શહેરનું પહેલું અદ્યતન ગાર્ડન, રૂ.10 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • રિડેવલપમેન્ટ થતાં જ સૌથી પહેલું સરકારી જિમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની જશે

અમદાવાદ શહેરમાં 250થી વધુ નાનાં-મોટાં ગાર્ડન આવેલાં છે, પરંતુ હવે શહેરને આધુનિક સુવિધાઓ અને ખૂબ જ સુંદર ગાર્ડન મળવા જઈ રહ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી જાણીતા એવા એલિસબ્રિજના 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનને રૂ.10 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવી રહ્યું છે.

એ શહેરનું સૌથી પહેલું સરકારી જિમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની જશે. નાના-મોટા બગીચાઓમાં ઓપન જિમની સુવિધાઓ તો છે જ, પરંતુ આ ગાર્ડનમાં બે માળનું જિમ બનાવવામાં આવશે, જેમાં કસરત માટેનાં અદ્યતન સાધનો મૂકવામાં આવશે.

ટ્રાફિકની સમસ્યા દૂર કરવા બગીચાને થોડો નાનો કરવામાં આવશે.
ટ્રાફિકની સમસ્યા દૂર કરવા બગીચાને થોડો નાનો કરવામાં આવશે.

ગાર્ડનને અડીને આવેલો કલ્યાણ જ્વેલર્સ તરફનો રસ્તો 20 ફૂટ દૂર કરાશે
આ અંગે રિક્રિએશન કમિટીના ચેરમેન રાજુભાઇ (રાજેશ) દવેએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરિમલ ગાર્ડન 36000 હજાર સ્ક્વેરમીટર જગ્યામાં આવેલું છે. બગીચાનું રૂપિયા 10 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આંબાવાડી કલ્યાણ જ્વેલર્સ તરફનો રસ્તો જે ગાર્ડન અડીને આવેલો છે એ 20 ફૂટ જેટલો દૂર કરવામાં કરવામાં આવશે અને બગીચાને થોડો નાનો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જશે. પરિમલ ગાર્ડન શહેરનું પહેલું એવું ગાર્ડન હશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને એક માળ એમ બે માળનું અદ્યતન સાધનો સાથે જિમ હશે, જેમાં લોકો વોકિંગ બાદ અથવા પહેલાં પણ આવીને કસરત કરી શકશે.

તળાવની આસપાસ 10 જેટલા બાંકડા પણ મૂકવામાં આવશે.
તળાવની આસપાસ 10 જેટલા બાંકડા પણ મૂકવામાં આવશે.

ઓપન જિમ એરિયામાં સાઇક્લિંગ, કસરતનાં સાધનો પણ મુકાશે
પરિમલ ગાર્ડનમાં ઊભી કરવામાં આવનારી સુવિધાઓ વિશે વધુ માહિતી આપતાં રાજુભાઈ દવે જણાવ્યું હતું કે ગાર્ડનમાં બેસવા માટે નેચર કોર્નર ગજેબો, ગાર્ડન અને ફૂલોની માહિતી આપતી એક ડિસ્પ્લે, ટોઇલેટ બ્લોક, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, પાર્કિંગ ઝોન, જે ગાર્ડનની અંદર જ બનાવવામાં આવશે. ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે સ્પોર્ટ્સ એરિયા, ઓપન થિયેટર, યોગ કરવા માટે યોગ એરિયા પણ બનાવવામાં આવશે. એની સાથે સાથે તળાવની આસપાસ 10 જેટલા બાંકડા પણ મૂકવામાં આવશે. ઓપન જિમ એરિયામાં સાઇક્લિંગ, કસરતનાં અલગ અલગ સાધનો પણ મૂકવામાં આવશે. ગાર્ડનમાં ત્રણ ગેટ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...