જાગરણ માટે નિર્ણય:અમદાવાદનું કાંકરિયા પરિસર શુક્રવારે મહિલાઓ અને બાળકો માટે આખી રાત ખુલ્લુ રહેશે, ગરબાનું પણ આયોજન કરાયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાની બાળકીઓને યુવતીઓ માટેનું જયાપાર્વતી વ્રત અત્યારે ચાલી રહ્યું છે. આવતીકાલે શુક્રવારે વ્રત નો છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ પરિવાર સાથે જાગરણ કરી શકે તેના માટે કાંકરિયા પરિસરને આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ બતાવવાનું આયોજન
કાંકરિયા લેક્ફ્રન્ટમાં આવતીકાલે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી માત્ર મહિલાઓ, બાળકીઓ અને 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. પુરુષો અને યુવકો માટે કાંકરિયા પરિસર વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી પ્રવેશ માટે બંધ રહેશે. કાંકરિયા પરિસરમાં અલગ-અલગ ચાર જગ્યાએ વિશાળ સ્ક્રીન પર ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જયાપાર્વતી વ્રતનું જાગરણ બાળકીઓ અને યુવતીઓ કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં આયોજન કર્યું છે.

મહિલાઓ અને બાળકીઓ ગરબા રમી શકશે
કાંકરિયાના ગેટ નંબર 1 પુષ્પકુંજ અને ગેટ નંબર-3 વિદ્યાલય પાસે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકીઓ ત્યાં ગરબા રમી શકશે. કાંકરિયા પરિસરમાં આવેલી નગીનાવાડી સહિત તમામ રાઇડ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક પણ આખી રાત ચાલુ રહેશે મહિલા પોલીસ દ્વારા પણ કાંકરિયા પરિસરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. કાંકરિયા સ્વીમીંગ પુલ પાસે, ઓપન એર થિયેટર, દેડકી ગાર્ડન તેમજ મલ્ટીલેવલ પાર્કિંગ પાસે લોકોને વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...