તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad's Gandhigram Railway Gate Will Be Closed For All Types Of Vehicles, 'Geeta Rabari', 'Dimple Kapadia' And 'Mumtaz' Will Contest Manpani Elections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:અમદાવાદનું ગાંધીગ્રામ રેલવે-ફાટક તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે, 'ગીતા રબારી', 'ડિમ્પલ કાપડિયા' અને 'મુમતાઝ' મનપાની ચૂંટણી લડશે

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!

અમદાવાદમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપના મનપાના ઉમેદવારો સમર્પણના સંકલ્પ લેશે. દત્તભક્તિની પરંપરામાં રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરુશિષ્ય રાષ્ટ્રીય સંત વિશ્વનાથ અવધૂતજીના બારડોલીના હરિપુરામાં અંતિમસંસ્કાર કરાશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,309.39-19.69
ડોલરરૂ.72.84-0.03
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,800+100

આ 4 ઘટના પર રહેશે નજર
1)રેલ વિકાસ નિગમ અમદાવાદથી બોટાદ મીટરગેજલાઈનને બ્રોડગેજમાં ફેરવશે, ગાંધીગ્રામ રેલવે ફાટક તમામ પ્રકારનાં વાહનો માટે આજથી 11 એપ્રિલ સુધી બંધ રહેશે.
2) અમદાવાદમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં AMCના 192 ઉમેદવારો સમર્પણના સંકલ્પ લેશે. અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી જોડાશે.
3) જનસંઘના સંસ્થાપક એકાત્મમાનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નિર્વાણદિનને પ્રદેશ ભાજપ સમર્પણદિન તરીકે ઊજવશે.
4) દત્તભક્તિની પરંપરામાં રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરુશિષ્ય રાષ્ટ્રીય સંત વિશ્વનાથ અવધૂતજીના બારડોલીના હરિપુરામાં અંતિમસંસ્કાર કરાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) સુરતમાં 'ગીતા રબારી', 'ડિમ્પલ કાપડિયા' અને 'મુમતાઝ' ચૂંટણીનો જંગ લડશે
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો 484 ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ગીતા રબારી, ડિમ્પલ કાપડિયા અને મુમતાઝ જેવાં નામના ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે. જ્યારે સૌથી વધુ મનીષા નામની મહિલા નસીબવંતી પુરવાર થઈ છે, જેમાં ભાજપમાં બે મનીષા, કોંગ્રેસમાં ચાર મનીષા અને આપમાંથી એક મનીષા ઉમેદવાર છે.
વાંચો સમાચાર વિગતવાર

2) મેયરપદના રિઝર્વેશન અને રોટેશન અંગે જાહેરનામું, અમદાવાદમાં પહેલી ટર્મ શેડ્યૂલ કાસ્ટ માટે અનામત
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનર મહાનગર પાલિકાના મેયરોનું જાહેરનામું બહાર પડી ગયું છે. આ જાહેરનામા મુજબ અમદાવાદ મનપા માટે પહેલા અઢી વર્ષ શેડ્યુલકાસ્ટના મેયર બનશે. જ્યારે અઢી વર્ષ પછી મહિલા અનામત છે. જેને કારણે અઢી વર્ષની બીજી ટર્મમાં મહિલાને મેયર બનાવવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

3) નરેન્દ્ર મોદી PM બની દ્વારકા ગયા ત્યારે હરિભાઈ આધુનિકને પ્રોટોકોલ તોડી ભેટી પડ્યા હતા, રાજકોટમાં નિધન થયું
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત દ્વારકા ગયા હતા ત્યારે પ્રોટોકોલ તોડીને સંઘના પ્રચારક હરિભાઈ આધુનિકને ભેટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર તથા જનસંઘના પ્રચારક રહેલા હરિભાઈ આધુનિકનું બુધવારે રાજકોટમાં નિધન થયું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી આંતરડા સુધી પહોંચી, અમદાવાદ સિવિલના ડૉક્ટરોએ સોય બહાર કાઢી
જમ્મુ-કાશ્મીરમાં ગાલીચા બનાવવાનું કામ કરતાં અફલાકબાનુને પેટના તથા છાતીના જમણી બાજુના ભાગે ત્રણ સોય ઘૂસી ગઈ હતી, જે તેમના પેટના અંદરના ભાગમાં થઈ આંતરડા સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે તેણીને ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં મધ્યપ્રદેશમાં સારવાર કરાવી હતી. ત્યાર બાદ ડૉક્ટરોને સમસ્યા અત્યંત જટિલ લાગતાં અફલાકબાનુને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતમાં 3 યુવકે શરૂ કર્યું સ્ટાર્ટઅપ, અડધા કલાકમાં ડિલિવરી કરી મહિનામાં 3 લાખના ફૂડનું વેચાણ
સુરતમાં 3 યુવકે સુરતી કલ્ચરને અનુરૂપ બડા બક્સા નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેમાં રાજમાર્ગ, પીપલોદ સહિતના ફૂટપાથ પર પરિવાર સાથે બેસીને સુરતી સ્વાદનો ચસકો માણનારાં શહેરીજનોને અડધો કલાકમાં જ ફૂટપાથ પર ભોજન આપવાની શરૂઆત કરી છે. પહેલા જ મહિને લગભગ ત્રણેક લાખ રૂપિયાનો વેપાર પણ થયો છે. હાલ સ્ટાર્ટઅપ થકી 20 લોકોને રોજગારી મળી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
-ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર જશે. આ પ્રવાસમાં તેઓ કૂચ બિહારથી પાર્ટીની પરિવર્તનયાત્રાના ચોથા તબક્કાને લીલીઝંડી દેખાડશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
--ભાજપ આજે પં.દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઊજવવામાં આવશે. PM મોદી સવારે 11 વાગે તેમા ભાગ લેશે અને ભાજપ સાંસદોને સંબોધિત કરશે.
-ચીન સાથે તણાવ વચ્ચે પૂર્વી લદાખમાંથી બન્ને દેશની સેનાઓ પાછી બોલાવવાને લઈ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે રાજ્યસભામાં નિવેદન આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો