તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોપિંગ જેવી ઓફર શિક્ષણમાં:અમદાવાદની દૂન પ્રીમિયમ સ્કૂલની ઓફર, એક વિદ્યાર્થીનું એડમિશન લેશો તો બીજા વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવાશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
દૂન પ્રીમિયમ સ્કૂલની તસવીર - Divya Bhaskar
દૂન પ્રીમિયમ સ્કૂલની તસવીર
  • ધોરણ 1થી 8માં રૂ.25 હજારમાં બે વિદ્યાર્થીને ભણાવવામાં આવશે

કોરોનાની મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ બગાડી દીધી છે, જેને કારણે હવે વાલીઓ પણ મોંઘીદાટ ફી હોય તેવી સ્કૂલોમાં બાળકોનું એડમિશન કરાવતા પહેલા વિચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની દૂન પ્રીમિયમ સ્કૂલ વાલીઓ માટે નવી સ્કીમ લાવી છે. આ સ્કીમ અંતર્ગત એક વિદ્યાર્થી સાથે એક વિદ્યાર્થીને વિના મૂલ્યે ભણાવવામાં આવશે. આમ એક જ વિદ્યાર્થીની ફીમાં 2 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ સ્કીમ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને એડમિશન અપાવે તો તે વિદ્યાર્થીને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે.

કોરોનાને કારણે વિદ્યાર્થીઓને રાહત
અત્યાર સુધી એક સાથે એક ફ્રી જેવી મોલમાં કે બજારમાં ઑફર જોવા મળતી હતી. પરંતુ હવે કોરોનાને કારણે સ્કૂલમાં પણ આ પ્રકારની ઓફર જોવા મળી રહી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી દૂન પ્રીમિયમ સ્કૂલમાં કોરોનાને કારણે એક વિદ્યાર્થીના એડમિશન સાથે બીજા વિદ્યાર્થીને નિઃશુલ્ક એડમિશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ નિર્ણય
કોરોનાને કારણે ખાનગી સ્કૂલોની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે. તેમજ વાલીઓએ હવે સરકારી સ્કૂલોનો વિકલ્પ પસંદ કરવાની શરૂઆત કરી છે ત્યારે સ્કૂલે પોતાના અને વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કર્યો છે. દૂન સ્કૂલમાં ધોરણ 1 થી 8માં 25,000 ફી રાખવામાં આવી છે. જેમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને એડમિશન અપાવવામાં આવે તો બીજા વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવવામાં આવશે.

FRC કરતા પણ રૂ.10 હજાર ઓછા લેશે
આ અંગે સ્કૂલ દૂન પ્રીમિયમ સ્કૂલના સંચાલક મહેન્દ્ર પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાએ અનેક વાલીઓની આર્થિક સ્થિતિ પર અસર કરી છે. FRC પ્રમાણે અમારી સ્કૂલની ફી 35,000 નક્કી થઈ છે છતાં અમે 25,000 ફી જ રાખી છે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને એડમિશન અપાવે તો તે વિદ્યાર્થીને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. આ પદ્ધતિ વર્ષ 2021-22 સુધી માન્ય રહેશે.

40 ટકા વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં તકલીફ
વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાત સ્થિત અગ્રણી ફિનટેક કંપની ક્રેડિને એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સામે આવેલી વિગતો મુજબ લગભગ 40 ટકા વાલીઓ આ વર્ષે મિનિ લોકડાઉન પછી સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોવિડના લીધે ધંધા અને નોકરીઓ પર અસર પડી હોવાથી વાલી સમુદાય હાલ બચત પર વધારે ધ્યાન આપી રહ્યો છે અને ફી ચૂકવવા માટે સરળ હપતાની સુવિધાઓ ઈચ્છી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...