ક્વોરન્ટીન ભંગ / અમદાવાદી મહિલાને હોમ ક્વોરન્ટીન કરી તો તાળું મારી પતિ સાથે પૂણે ભાગી ગઈ

ahmedabads corona positive woman reached puna with her husband
X
ahmedabads corona positive woman reached puna with her husband

  • 27 જુલાઈએ ધન્વંતરિ મેડિકલ વાનમાં કોરોનાનો ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો
  • મેડિકલ ટીમ તપાસ માટે ગઈ તો ઘરે તાળું હતું, ફોન પણ સ્વિચઓફ કર્યો હતો
  • મણિનગર પોલીસમાં મેડિકલ ઓફિસરે મહિલા, તેના પતિ સામે ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 01:08 AM IST

અમદાવાદ. મણિનગરમાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં તેમના ઘરની બહાર હોમ ક્વોરન્ટાઈનનું સ્ટિકર પણ લગાવવામાં આવ્યું હતું. જોકે મહિલાને હોમ ક્વોરન્ટાઈન કરાઈ તેના ચોથા દિવસે મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા ઘરે ગઇ ત્યારે ઘરે તાળું મારેલું હતું.

મુખ્ય દરવાજે ક્વોરન્ટીનનું સ્ટીકર પણ માર્યું હતું
શ્રીધર એપાર્ટમેન્ટમાં રહેતા નીલમબહેન ગાયકવાડનો 27 જુલાઈએ ધન્વંતરિ મેડિકલ વાનમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમને જરૂરી દવા આપીને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન થવાની સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં તેમના ઘરના મુખ્ય દરવાજા ઉપર હોમ ક્વોરન્ટાઈનનું સ્ટિકર પણ લગાવવામાં આવ્યું હતું.

હાલ પૂણેમાં દાખલ કરવામાં આવ્યા
ચોથા દિવસે એટલે કે 31 જુલાઈએ ધન્વંતરિ મેડિકલ વાનની ટીમ નીલમબહેનના સ્વાસ્થ્યની ચકાસણી કરવા તેમના ઘરે પહોંચી હતી ત્યારે નીલમબહેનના ઘરે તાળું મારેલું હતું, જેથી તેમનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. જ્યારે 1 ઓગસ્ટે તેમના પતિ મનીષભાઇ ગાયકવાડ સાથે ફોન ઉપર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તે અને નીલમબહેન પુણે ખાતે તેમના ઘરે આવ્યા છે. જ્યારે નીલમબહેનને પુણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે નીલમબહેન અને મનીષભાઇએ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કર્યો હોવાથી મેડિકલ ઓફિસર ડો.તેજસ શાહે નીલમબહેન અને મનીષભાઈ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી