બ્રેક અપ બાદ ધમકી:અમદાવાદના પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, તારી પાછળ જેટલા પૈસા વાપર્યા એ પાછા આપ નહીં તો તારી દીકરીને મારી નાંખીશ

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સમાજમાં પ્રેમ પ્રસંગના લીધે વિવાદ થવાના અનેક બનાવો પોલીસ સુધી પહોંચે છે. તે સિવાય અભયમ મહિલા હેલ્પલાઈનને પણ અનેક ફરિયાદો મળતી રહે છે. ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમીએ મહિલા પાસે સંબંધ રાખ્યા ત્યારે ખૂબ ખર્ચ કર્યો હોવાનું કહી પૈસા માંગી ભર બજારે છેડતી કરી ધમકી આપી હતી. મહિલાએ તેની સાથે કંટાળીને સંબંધો તોડી નાંખ્યા હતાં.

ફરિયાદી મહિલા એક સ્કૂલમાં નોકરી કરે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદી મહિલા એક સ્કૂલમાં નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2010માં એક યુવક સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તે એક યુવકના પ્રેમમાં પડી હતી. થોડો સમય પ્રેમ સંબંધમાં બંને જણા એકબીજાને મળતાં હતાં. પરંતુ પ્રેમીએ યુવતી પર શંકાઓ રાખીને તેની સાથે મારઝૂડ કરતો અને ઝગડા કરતો હતો. આ દરમિયાન યુવકે મહિલા પાસે સંબંધ રાખ્યા ત્યારે ખૂબ ખર્ચ કર્યો હોવાનું કહી પૈસા માંગી ભર બજારે છેડતી કરી ધમકી આપી હતી.

નોકરી બાદ લારી લગાવી શાકભાજીનો વેપાર કરે છે
બે વર્ષ પહેલાં આ મહિલા નોકરીની સાથે સાંજના સમયે શાક માર્કેટમાં શાકભાજીની લારી લગાવી વેપાર કરતી હતી. ત્યારે ત્યાં રહેતા અમિત નામનો યુવક કે જે પણ શાકભાજીના વેપાર કરતો હતો તેની સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એક વર્ષ પહેલા અમિત એ આ મહિલા પર ખોટી રીતે વહેમ રાખી ઝઘડો કરવાનો શરૂ કર્યું હતું. અવારનવાર શંકાઓ રાખી આ મહિલા સાથે અમિત મારામારી ઝઘડો કરતો હોવાથી કંટાળીને મહિલા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

દીકરીને મારી નાંખવાની ધમકી આપતો હતો
બાદમાં અમિત અવારનવાર મહિલા પાસે આવી કહેતો કે તારી સાથે સંબંધ રાખ્યો તે દરમિયાન ઘણા પૈસા વાપર્યા છે એ પૈસા તું મને આપી દે તેમ કહી ઝઘડો કરતો હતો. જ્યારે મહિલા રોડ ઉપરથી અવરજવર કરે ત્યારે આબરૂ લેવાના ઇરાદે તેની છેડતી કરતો હતો અને ફોન કરી આ મહિલાને તથા દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને આ મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...