તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના તહેવારમાં ખરીદીનો માહોલ ખૂબ જામ્યો છે. છેલ્લા ચાર દિવસથી શહેરમાં ખૂબ જ ભીડ બજારમાં જોવા મળી છે ત્યારે કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નવા દર્દીઓને દાખલ કરવા માટે બે નવા કોરોના વોર્ડ ખોલવા પડ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાધીશો કહી રહ્યાં છે. તહેવારોની સીઝનમાં ભીડ અને પ્રદૂષણને કારણે કેસો વધવાની સંભવના છે. આ જ પરિસ્થિતિ રહી તો આવતા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ભરાઈ જશે. ગયા અઠવાડિયામાં 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓના એડમિશનની સંખ્યા 225 હતી. પરંતુ આજે એ કેસ 517 થયા છે.
કોરોનાના દર્દીઓમાં 60 ટકા વધારો થયો
સિવિલ હોસ્પિટલના એડિ.સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લાં 4 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થાય છે. 225ની આજુબાજુના એડમિશનને બદલે 60 ટકા વધારો થતાં અત્યારે સિવિલમાં 517 દર્દીઓ દાખલ છે. શુક્રવારની કાળી ચૌદશની રાતે અમારા હેલ્થ કેર વર્કર્સ અને ડોકટરો સતત વ્યસ્ત રહ્યાં હતાં. ઇમરજન્સીમાં આવતા કોરોના દર્દીઓ માટે ઊભા કરાયેલા ટ્રાયજ વોર્ડમાં 98 દર્દીઓ દાખલ થયા છે. મે અને જૂનમાં પણ આવી પરિસ્થિતિ ન હોતી. એક જ દિવસમાં 98 દર્દીઓ દાખલ થયાનો આંકડો કોરોનામાં પહેલીવાર આવ્યો છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.