મતદારો:અમદાવાદના 7.22 લાખ નવા મતદારો કેટલીક બેઠકો પર ખેલ બગાડી શકે છે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સૌથી વધુ વટવામાં 84,049 અને ઓછા દરિયાપુરમાં 14,561 મતદારો નોંધાયા
  • 2017ની ચૂંટણીમાં 21માંથી 6 બેઠકો પર 10 હજારથી ઓછું માર્જિન રહ્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 2017 બાદ અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 7,22,562 મતદારોનો વધારો થયો છે. 2017માં 52,75,062 મતદારો હતાં, જેની સામે 2022માં 59,93,046 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો વટવામાં 84,049 અને સૌથી ઓછા દરિયાપુરમાં 14,561 મતદારોનો વધારો થયો છે.

સાત લાખ મતદારો ચૂંટણીમાં ધાર્યા કરતા અલગ પરિણામ લાવી શકે છે. કારણે કે ગત ચૂંટણીમાં જિલ્લાની 21 બેઠકોમાંથી 6 બેઠકો પર 10 હજારથી ઓછા માર્જિને વિજય થયો હતો. જિલ્લાની 21 બેઠકોમાંથી 2017માં ભાજપને 17 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી. આ આ ચૂંટણીમાં 199 પોલિંગ બૂથના વધારા સાથે 5599 બૂથ તૈયાર કરવામાં આવશે.

ત્રણ બેઠકો પર 50 હજારથી વધુ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

2022 2017

વિધાનસભાપુરુષમહિલાકુલપુરૂષમહિલાકુલવધારો
ઘાટલોડિયા21956420727342685118122417109135231674353
વેજલપુર19841918862638706216808715885232695060112
વટવા21206818360739569516868914295631164184049
એલિસબ્રિજ13346913287526634812291712120124422022228
નારણપુરા12819821167024987511842111137822980120074
નિકોલ13734911891225626912526410611023137824891
નરોડા15637913966329607514050812348226401232063
ઠક્કરનગર12801811494424297111860610454222315419817
બાપુનગર108687983282070281001688936518954417484
અમરાઇવાડી15729513886829617214383612433926817827994
દરિયાપુર1077751023342101211007429481519556014561
જમાલપુર-ખાડિયા1103331074512177871012189694819816719620
મણિનગર14351913341127693513053112085825139125544
દાણીલીમડાં13779912756226567412054411008123066034714
સાબરમતી14590413249927841913281312069125351124908
અસારવા1132891046182179121061499632920248015432

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...