હેલ્ધી ફૂડ:અમદાવાદની "1944 ધી હોકો કિચન" રેસ્ટોરેન્ટ, જ્યાં મળશે દાદીમાની સાદી અને પોષક વાગનીઓ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું તમે તમારા પ્રિયજનો સાથે રેસ્ટોરેન્ટ ગયા છો અને પરિવારનો કોઈ સભ્ય એમ કહે કે તેણે હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો છે? અથવા તમે કોઈ હેલ્થ ફૂડ કાફેમાં ગયા હોય અને તમને ત્યાંનો સ્વાદ જરાય પણ પસંદ ન આવ્યો હોય? પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાક વચ્ચેનું આ સતત યુદ્ધ નવું નથી, કોરોના પછી પૌષ્ટિક ખોરાકની ઈચ્છા વધી ગઈ છે અને આપણે સૌએ આપણી ખાણીપીણીની આદતોમાં મોટું પરિવર્તન જોયું છે.

ગ્રાહકના રસમાં આ પરિવર્તન અને પૌષ્ટિક ખોરાકના મુખ્ય હેતુથી પ્રેરાઈને "1944 ધી હોકો કિચન" (પહેલાં હેવમોર રેસ્ટોરેન્ટ)એ તાજેતરમાં લિમિટેડ એડિશન 3-કોર્સ મેનુ રજૂ કર્યું છે. જે યોગ્ય રીતે "ગુડ ફ્રૂડ મેનુ" કહેવાય છે. મેનુ ન્યુટ્રીશનિસ્ટ ગાયત્રી ચોનાનાં માર્ગદર્શનમાં શેફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. 1944માં ખાવાના તમારા અનુભવ મુજબ સ્વાદ રહેશે અને જેનાં મૂળમાં સમૃદ્ધ વારસો છે. આ બધામાં સંપૂર્ણ પોષણ અને સાથે કેલરી નિયંત્રણ છે.

1944- ધી હોકો કિચન"ના સ્થાપક અંકિત ચોના
1944- ધી હોકો કિચન"ના સ્થાપક અંકિત ચોના

1944- ધી હોકો કિચન"ના સ્થાપક અને એમડી અંકિત ચોના કહે છે કે, "કોરોનાના કારણે ગ્રાહકોની ભોજનની ટેવો ખાસી બદલાઈ ગઈ છે. મેં જોયું છે કે હવે ગ્રાહકો મેનુમાં હળવો ખોરાક શોધે છે. ગુડ ફૂડ મેનુએ અમારા તરફથી એક સ્વસ્થ અને ખુશહાલ સમાજની દિશામાં એક નાનું પગલું છે. સ્વાદમાં બાંધછોડ વગર ગુડ ફૂડ મેનુમાં અમારો ઉદ્દેશ્ય અમારા સિગ્નેચર ક્લાસિક ડિશોને બદલવાનું નથી પણ નવા પૌષ્ટિક વિકલ્પો આપવાનું છે જેથી અમારા ગ્રાહકોને સંતુલિત વિકલ્પ મળી રહે.

1944 ધી હોકો કિચનનું ગુડ ફૂડ મેનુ, પરંપરાગત ભારતીય સ્ટાર્ટર જેવા કે, સરસવના ફૂલ, છાશ અને ફ્લેક્સ સીડવાળા પનીર, રાત્રી કેકર્સ પર પાલક, હમ્મસ જેવાથી શરૂ થાય છે. મેઈન કોર્સ ડિશો આપણાં દાદીમાની સાદી અને પોષક વસ્તુઓ જેવી કે, મઠનું શાક, જુવાર અને મકાઈ ખીચડી, દહીં કે કોફતે, મૂંગ કરી અને મેથી પાલકની યાદ અપાવે છે. આ ભવ્ય ભોજન ભારતીય મિઠાઈઑ જેવી કે સુખડી, ઘઉંના ફાડાની ખીર અને ચુકંદર અને ગોળના હલવાથી પૂર્ણ થાય છે. મિષ્ઠાનોમાં ખાસ કરીને અમારા શેફે તેની પાક-કલાનો જાદુ ચલાવ્યો છે અને તમારા સ્વાદનો અનુભવ વધારવાની સાથે બધા જ ફ્લેવરો મૂળ રૂપથી રાખ્યા છે- આ બધામાં પોષક તત્વ આપી કેલેરી નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

તમને લાગે કે તમે ઉજાણી કરી, મેનુ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તમને હળવો અને પોષક ખોરાક મળે-આ બધામાં તમે કોઈ સમાધાન વગર ખાવાનો આનંદ લઈ શકશો. અપરાધભાવ વગર શ્રેષ્ઠ રૂપથી ખાવાનો આનંદ માણો.

અન્ય સમાચારો પણ છે...