સોશિયલ મીડિયાનો ક્રેઝ:રિલ બનાવનારા અમદાવાદીઓ 50% વધ્યા; વધુ પડતા ઉપયોગના કારણે સ્ટ્રેસના કેસ 50 ટકા વધ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રોજ એક કલાકથી પણ વધારે સમય અમદાવાદીઓ રિલ જોવામાં વિતાવે છે

ખૂબ જ ઓછા સમયમા ફેમ અને રૂપિયા કમાવવાની લાલચમાં સોશિયલ મીડિયા ઇનફલ્યુએન્સર બનવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. 15 સેકેન્ડથી લઇને 60 સેકેન્ડનો એક રિલ વીડિયો વ્યકિતને સ્ટાર બનાવી શકે છે. રિલ વીડિયોના વધતા ક્રેઝને લઇને સિટી ભાસ્કરે આઇટી એક્સપર્ટ્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે અમદાવાદમાં શોર્ટ રિલ વીડિયો બનાવનારા લોકોની સંખ્યામાં છેલ્લા 6 મહિનામાં 50 ટકા સુધીનો વધારો થયો છે. એક એવરેજ અમદાવાદી દરરોજ 1 કલાકથી પણ વધારાનો સમય રિલ વીડિયો જોવામાં પસાર કરે છે. સોશિયલ મીડિયા ઇનફલ્યુએન્સર બનવાના ટ્રેન્ડને કારણે માનસિક કેસોમાં પણ 40 ટકાનો વધારો થયો છે. (ડેટા- વિઝન રાવલ, આઇટી એક્સપર્ટ)

  • 50%નો વધારો રિલ વીડિયો બનાવનારા અમદાવાદીઓમાં
  • 60%નો વધારો સોશિયલ મીડિયા ઇનફ્લ્યુએન્સરમાં
  • 70% અમદાવાદીઓ દરરોજ 2 કલાક રિલ વીડિયો જોવામાં સમય પસાર કરે છે
  • 80% લોકો 2 કલાકનો સમય રિલ બનાવવામાં વિતાવે છે

સોશિયલ મીડિયા ઇનફલ્યુએન્સરનો મત
ઇનફલ્યુએન્સર બનવા બ્રાન્ડ ઇન્ટિગ્રેશનની સમજ હોવી ખૂબ જરૂરી છે
ઈન્ફ્લુએન્સર એટલે તમારા કોન્ટેન્ટ દ્વારા કોઈ સબ્જેક્ટ સ્પષ્ટ થવો જોઈએ. બ્રાન્ડ ઈન્ટિગ્રેશન, માર્કેટિંગ સ્ટ્રેટજી વગેરેને પણ સમજવું જોઈએ એવું મારું માનવું છે. - જતીન પ્રજાપતિ

રૂપિયા કમાવવા ઇનફલ્યુએન્સર બનવું છે
રૂપિયા કમાવવાના વિચારથી યંગસ્ટર્સ ડિજિટલ માર્કેટમાં આવે છે. પરંતુ તેની સ્ટ્રેટજી માટે પૂરતો સમય નથી આપતા. રિલ્સની કોમ્પિટિશન કરતા રિયલ લાઈફ એક્સપિરિયન્સ મિસ ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. - ડૉ. ખુશ્બુ પંડ્યા

રિલ બનાવવા રોજ કલાક ફાળવું છું
ટ્રાન્ઝિશનનો વીડિયો બનાવતા અડધો કલાકનો સમય લાગે છે. હું રોજની 7થી 8 રિલ્સ બનાવી લઉં છું, જેના માટે 1થી દોઢ કલાક ફાળવું છું. જેમાંથી રોજની 2 રિલ અપલોડ કરું છું. - આરતી રાજપુત

સોશિયલ મીડિયા વીડિયો કરિયરનો વિકલ્પ પણ છે
ઈનફ્લુએન્સર માર્કેટિંગ હબના રિપોર્ટ મુજબ રિલ વીડિયોમાં એન્ગેજમેન્ટ 22 ટકા વધી જતંુ હોવાથી મોટાભાગની કંપનીઓ બ્રાંડ પ્રમોશનમાં તેનો ઉપયોગ કરતી હોવાથી લોકોમાં ઇનફ્લ્યુએન્સર બનવાની હોડ જામી છે. અમદાવાદમાં પણ કેટલાક ઇનફલ્યુએન્સર રિલ કે સોશિયલ મીડિયા પ્રમોશન દ્વારા લાખો રૂપિયા કમાઇ રહ્યા છે.

વધુ પડતા યુઝથી આડ અસર

  • 18 વર્ષની એક છોકરી રિલ બનાવવા ટ્રાવેલ કરતી તેની આ આદતને કારણે તેને ગંભીર ઇજા થઇ હતી.
  • 8 વર્ષના બાળકને હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર થતા રિલ પર કેટલા વ્યુઝ અને શેર થયા તે જોયા કરતો

સ્ટ્રેસના કેસમાં 50%નો વધારો થયો
સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે માનસિક તણાવના કિસ્સામાં 50 ટકા સુધી વધારો થયો છે, સોશિયલ મીડિયાની આદતને કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે. - ડૉ. પ્રશાંત ભિમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...