તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલના ભાવની ઈફેક્ટ:અમદાવાદમાં પેટ્રોલના ભાવથી ત્રાસેલા અમદાવાદીઓ રસ્તો શોધ્યો, 2 હજારથી વધુ કાર માલિકે પેટ્રોલ વેરિયન્ટને CNGમાં કન્વર્ટ કરી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના RTOમાં પેટ્રોલ કારમાં CNG કીટ કરાવી હોવાનું રજિસ્ટર થયું
  • CNG ગેસનો ભાવ પેટ્રોલ કરતાં 32 રૂપિયા ઓછો, ગેસ 55થી 57 પ્રતિ કિલોગ્રામ મળી રહે છે

દેશમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. અમુક જગ્યાએ રૂ. 100નો આંકડો પાર કર્યો છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવથી લોકો ત્રસ્ત છે. ત્યારે અમદાવાદીઓએ પેટ્રોલના વધતાં ભાવથી કંટાળીને પોતાની કારને CNG કીટમાં કન્વર્ટ કરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 5 મહિનાના સમયગાળામાં 2 હજારથી વધારે લોકોએ પોતાની કારને CNGમાં કન્વર્ટ કરાવી દીધું છે. આ આંકડા અમદાવાદ શહેરના RTOમાં પેટ્રોલ વેરિયન્ટને CNG કન્વર્ટ કરાવી હોવાની નોંધણી કરાવતા સામે આવ્યા છે.

પેટ્રોલના વધતાં ભાવે લોકોને CNG તરફ વાળ્યાં
કોરોનાના કપરાં કાળમાં લોકો ધંધા-રોજગાર છિનવાયા છે. ત્યારે પેટ્રોલના ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે મધ્યમ વર્ગ સહિત અનેક લોકોના બજેટ ખોરવાયા છે, નોકરી ધંધો કરતા લોકોએ રોજ પોતાનુ્ં વાહન હોવાછતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય વાહનોમાં જવું પડે છે. ત્યારે અમદાવાદમાં લોકોએ પેટ્રોલના વધતાં ભાવ સામે વિકલ્પ શોધી લીધો છે અને તેમણે પોતાની કારમાં પેટ્રોલ વેરિયન્ટમાં CNG કીટ લગાવી છે.

પ્રતિકાત્મક તસવીર- CNG ગેસનો ભાવ રૂ. 55થી 57 પ્રતિ કિલો છે
પ્રતિકાત્મક તસવીર- CNG ગેસનો ભાવ રૂ. 55થી 57 પ્રતિ કિલો છે

કાર કંપનીઓ જ CNG વેરિયન્ટ આપવા લાગી
શહેરમાં અંદાજીત 60 ટકા લોકો પાસે ફોર વ્હીલર હોય છે. જેમાં મોટાભાગના લોકો પાસે પેટ્રોલ અથવા ડીઝલનું વેરિયન્ટ હોય છે. જોકે છેલ્લા 5 વર્ષથી CNG વેરિયન્ટવાળી કારનું ચલણ વધ્યું છે. જોકે હવે તો કાર કંપનીઓ જ CNG વેરિયન્ટવાળી કાર આપી રહ્યા છે. જેથી લોકોને બહારથી CNG કીટ લગાડવાની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. છેલ્લા 15 મહિનાથી દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે. જેથી લોકો આર્થિક રીતે પણ નબળા પડ્યા છે.

પ્રતિકાત્મક તસવીર- પેટ્રોલના ભાવવધારાના પગલે લોકો CNG ગેસ તરફ વળ્યા
પ્રતિકાત્મક તસવીર- પેટ્રોલના ભાવવધારાના પગલે લોકો CNG ગેસ તરફ વળ્યા

પેટ્રોલ કરતા CNGનો ભાવ ઓછો
અમદાવાદમાં છેલ્લા 5 મહિનામાં 2000 જેટલી ગાડીઓમાં CNG કીટ લગાડવામાં આવી છે. જેમાં પેટ્રોલ વેરિયન્ટ સાથે હવે તેઓ CNGથી પણ કાર ચલાવી શકે છે. આવી 2 હજાર ગાડીઓ RTOમાં રજિસ્ટર થઈ છે. હજી પણ લોકો પેટ્રોલ કારમાં CNG કીટ લગાવી રહ્યા છે. તેનું એક જ કારણ છે કે, CNG ગેસનો ભાવ પેટ્રોલ કરતા 32 રૂપિયા ઓછો છે. CNG ગેસ રૂ. 55થી 57 પ્રતિ કિલોગ્રામ મળી રહે છે. જ્યારે પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે રૂ. 86થી 89 સુધી વધઘટમાં રહે છે. જોકે આવનારા દિવસોમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ રૂ. 100 પણ પાર કરે તેવું લાગી રહ્યું છે. આના કારણે હવે લોકો CNG ગેસનો ઉપયોગ વધારે કરી રહ્યા છે.