તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણના તહેવારમાં ઉંઘીયું અને જલેબી ખાવાની પરંપરા હોય છે. ઉત્તરાયણની બપોરે લોકો ઉંધીયું, પુરી અને જલેબી જમે છે જેને લઈ આજે સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઉંધીયુ અને જલેબી લેવા લોકોની લાઈનો લાગી છે. સવારથી લોકો ગરમા ગરમ ઉંઘીયું અને જલેબી લેવા માટે દુકાનો પર પહોંચી ગયા છે. આ વર્ષે કોરોનાના કારણે ભાવમાં વધારો હોવા છતાં લોકો ઉંધીયું જલેબી ખરીદી રહ્યા છે. ઉંધીયાનો ભાવ પ્રતિ કિલો 220 રૂપિયાથી 350 સુધીનો છે અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 450થી 650 સુધીનો અને તેલમાં તળેલી જલેબીનો ભાવ 200 રૂપિયા છે.
જલેબી-ઉંધીયાના ભાવમાં 10-15 ટકાનો વધારો
નવાવાડજ વિસ્તારમાં વેપારી અશોક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાના કારણે 10થી 15 ટકાનો ભાવમાં વધારો થયો છે અને જ્યારે ખરીદીમાં 30 ટકા ઘટાડો ખરીદીમાં જોવા મળ્યો છે. તેલ અને ઘીના ભાવ વધ્યા છે જેના કારણે ભાવ વધારવા પડ્યા છે. કોરોનાની સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે અમે વેચાણ કરીએ છીએ.
પરંપરા હોવાથી ઉંધીયુ-જલેબી લેવા પડાપડી
ઉંધીયુ લેવા આવેલા ગ્રાહક મનુભાઈ ભાવસારે જણાવ્યું હતું કે કોરોનાના કારણે શાકભાજી, તેલ અને ઘીનો ભાવ વધ્યો છે છતાં લોકો ઉંધીયું-જલેબી લેવા આવે છે કારણ કે આ ખાવાની એક પરંપરા છે અને કોરોનાના કારણે વેપારીઓને પણ તકલીફ પડી છે. જેના કારણે તેઓએ પણ ભાવ વધારાયા છે છતાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. જ્યારે અન્ય ગ્રાહક પંકજભાઈએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારનો અનોખો ઉત્સાહ લોકોમાં હોય છે ઉંઘીયા જલેબી ખાવા માટે લોકો ઉત્સાહિત હોય છે. કોરોનાના કારણે લોકો થયેલા લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ હતા અને પૈસા પણ નહોતા છતાં આજે લોકો ખરીદી કરી રહ્યા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.