તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ:અમદાવાદીઓ પાણીપુરી ખાતા ચેતજો, ફૂડ વિભાગની તપાસમાં પાણીપુરીનું પાણી અસુરક્ષિત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 421ના પરિણામ આવ્યા હતા

ખાવા પીવાના શોખીન અમદાવાદીઓ હવે ચેતી જજો કારણ કે ખાવા પીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના લીધેલા સેમ્પલની તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝન તથા તહેવારોની સિઝનમાં બિમારીઓ વધુ ના ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવી છે.

19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને પાણીની બોટલના સેમ્પલ લીધાં
જૂન અને જુલાઈ માસમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને મિનરલ વોટર પાણીની બોટલોના સેમ્પલ લીધા હતા. જેમાં સેટેલાઇટની ભાવનાબેનની પાણીપુરી, સેટેલાઈટના જોધપુર રોડ પર જગદીશ શાહ પકોડી સેન્ટર અને નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે આર કે સકિશનના પાણીપુરીના પાણીના લેવાયેલા નમૂના અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે. પાંચ પેકેજડ મિનરલ વોટરની એજન્સીમાંથી પાણી અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું
અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસને લઈ હવે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આજે ફરાળી ચીજવસ્તુઓના કુલ 14 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં ફરાળી મીઠો ચેવડો, પાત્રા, મોળા-તીખા-ગળ્યા ખાજા,ચોકલેટ બરફી, દુધનો હલવો, સાબુદાણાની ખીચડી, ફરાળી ફુલવડી, ભાખરવડી અને કાજુકતરી સહિતની વસ્તુઓના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા
શ્રાવણ માસ દરમ્યાન અત્યાર સુધીમાં ફરાળી લોટ, મોરાઇયો, ચેવડો, બફાવડા અને ખાદ્યતેલના કુલ 105 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. જેના પરિણામ હજી સુધી આવ્યા નથી. છેલ્લા બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 421ના પરિણામ આવ્યા હતા. 421માં 10 મિસબ્રાન્ડેડ, 2 સબ સ્ટાન્ડર્ડ અને 6 અનસેફ હોવાનું જાહેર થયું છે જ્યારે 21ના પરિણામ આવવાના બાકી છે.