તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:અમદાવાદીઓએ ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી, રાત્રિ કર્ફ્યૂ હોવાથી સુર્યાસ્ત પહેલા જ હોળીના દર્શન કર્યાં

અમદાવાદએક મહિનો પહેલા
શાહીબાગ વિસ્તારમાં પણ લોકોએ વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવી હતી

અમદાવાદ શહેરમાં દરવર્ષે આ પર્વની ઉજવણી જોરોશોરથી થાય છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, કારણકે આ પર્વની તમામ લોકો પોતાના પરિવારના વડીલો અને મિત્રો સાથે મળીને કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે હોળીની ઉજવણી ફિક્કી પડી છે. આ વર્ષે પણ શહેરના અનેક લોકોએ વૈદિક પધ્ધતિથી હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકોએ હોળી પ્રગટાવી હતી .જેમાં તમામ લોકો માસ્ક પહેરીને હોળીની પ્રદક્ષિણા કરી હતી. સાથે પૂર્વના બાપુનગરમાં પણ લોકોએ પહેલાં શુભ મુહુર્તમાં હોળી પ્રગટાવી હતી. જેમાં લોકોએ ભીડ ન થાય તે માટે અલગ વ્યવસ્થા કરી હતી. શાહીબાગ વિસ્તારમાં પણ લોકોએ વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવી હતી. તેમજ શહેરીજનો તમામ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા હતા. આ રીતે શહેરમાં તમામ જગ્યાએ આ પર્વની ઉજવણી કરવામાં આવી છે.

માનસી સર્કલ ખાતે આવેલ સેટેલાઇટ પ્લાઝામાં 300 કિલો છાણાંના બ્લોક સળગાવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી
માનસી સર્કલ ખાતે આવેલ સેટેલાઇટ પ્લાઝામાં 300 કિલો છાણાંના બ્લોક સળગાવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી

શહેરના માનસી સર્કલ ખાતે આવેલ સેટેલાઇટ પ્લાઝામાં 300 કિલો છાણાંના બ્લોક સળગાવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી.સોસાયટીના સેક્રેટરી મુકેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી તેમની સોસાયટીમાં લાકડા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવાનું વિચારી રહ્યા હતા, જેથી તેમને છાણાનો આઈડિયા આવ્યો અને તેમણે 300 કિલો છાણાના બ્લોકથી હોળી પ્રગટાવી હતી. છાણાં સળગાવવાથી પ્રદૂષણ ઓછું થાય છે અને ઝાડનો પણ બચાવ થાય છે. તેથી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી છે. હોળી પ્રગટાવી તેમને પણ કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે પણ પ્રાર્થના કરી છે.

ભીડ ન થાય તે માટે પણ લોકોએ વહેલા જ હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો.
ભીડ ન થાય તે માટે પણ લોકોએ વહેલા જ હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે દર વર્ષ સૂર્યાસ્ત બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ શહેરમાં રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા ધ્યાનમાં રાખીને લોકોએ પહેલાં મુહુર્તમાં 7 વાગ્યા પહેલા હોળી પ્રગટાવીને ઉજવણી કરી હતી. સાથે સાથે લોકોની ભીડ ન થાય તે માટે પણ લોકોએ વહેલા જ હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો.

લોકોએ માસ્ક પહેરીને હોળીની પ્રદક્ષિણા કરી હતી
લોકોએ માસ્ક પહેરીને હોળીની પ્રદક્ષિણા કરી હતી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો