અમદાવાદમાં ઘણા સમયથી ચોરી, લૂંટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળે છે.તહેવારો કે વેકેશનમાં શહેરીજનો બહાર ફરવા માટે જતાં હોય છે. ત્યારે આવા સમયે ઘરમાં માત્ર વયોવૃદ્ધ લોકો હાજર હોય છે. જેથી તેમના ઘરમાં ઘરકામ માટે રાખવામાં આવેલા ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા ઘરઘાટીઓ એકલતાનો લાભ ઉઠાવી નાણાંની અથવા અન્ય લાલચમાં આવી જઈ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરી ફરાર થઈ જતાં હોય છે. જેથી પોલીસને જાણ કર્યા વિના ઘરમાં ઘરઘાટી રાખવા નહીં તેમજ રાખવામાં આવેલા ઘરઘાટીની તમામ વિગતો પોલીસ સ્ટેશને આપવા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.
હૂકમનો ભંગ કરનાર વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે
અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને શહેરીજનોને જણાવ્યું છે કે અમદાવાદ પોલીસ કમિશ્નર વિસ્તારમાં કોઈ મકાન માલિક કે મકાનમાં રહેતા ભાડૂઆત જ્યારે કોઈ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે. ઘરઘાટી રાખનાર મકાનના માલિકે ઘરઘાટીની વિગતો સાથે ફોટોગ્રાફ્સ પણ પોલીસ સ્ટેશને જમા કરાવવાના રહેશે. આ હૂકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.
ઘરઘાટીની આ વિગતો પોલીસ સ્ટેશને આપવી પડશે
ઘરઘાટીનું પુરૂ નામ અને સરનામું
માલિકનું નામ અને સરનામું
જેના મારફતે ઘરઘાટી રાખ્યો હોય તેનું સરનામું
અગાઉ કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું
અમદાવાદમાં ઘરઘાટીના ઓળખીતાના નામ અને સરનામાં
ઘરઘાટીના મુળ વતનનું સરનામું
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.