કોરોનાનો હિસાબ-કિતાબ!:અમદાવાદીઓએ છેલ્લા એક વર્ષમાં કોરોનાના ટેસ્ટ પાછળ ખાનગી લેબમાં રૂ.190 કરોડ ખર્ચ્યા, રાજ્યમાં રૂ.500 કરોડના ખર્ચનો અંદાજ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTPCRનો શરૂનો ચાર્જ રૂ.4500 હતો જે ઘટી 300 થયો છે, સરેરાશ 1 હજાર લેખે ચાર્જ ગણીએ તો 19 લાખ ટેસ્ટની રકમ 190 કરોડ થાય
  • શહેરની​​​​​​​ સરકારી લેબોરેટરીમાં 7.57 લાખ જ્યારે 28 ખાનગી લેબોરેટરીમાં 10 લાખથી વધુ ટેસ્ટ થયા

છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં રૂ. 190 કરોડથી વધુના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા છે. સરકારે રજૂ કરેલા આંકડામાં શહેરની ખાનગી લેબોરેટરીમાં 19 લાખથી વધુ જ્યારે સરકારી લેબોરેટરીમાં 7.5 લાખ કોરોના ટેસ્ટિંગ થયા હતા. શરૂઆતમાં ખાનગી લેબોરેટરીએ આરટીપીસીઆર ટેસ્ટિંગનો રૂ. 4500 ચાર્જ વસૂલ્યો હતો, ત્યારબાદ સમયાંતરે ચાર્જ ઘટતા હાલ 300 રૂપિયા સુધી પહોંચ્યો છે. એક ટેસ્ટનો સરેરાશ ચાર્જ એક હજાર રૂપિયા ગણીએ તો તેની કુલ કિંમત 190 કરોડ રૂપિયા થાય છે.

રાજ્યની ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે સામાન્ય નાગરિકે રૂ.500 કરોડથી વધુ ચૂકવ્યા છે. ખાનગી લેબોરેટરીમાં થયેલ કુલ ટેસ્ટિંગમાં સૌથી વધુ 33 ટકા ટેસ્ટિંગ માત્ર સુપ્રાટેક લેબોરેટરીમાં થયા હતા. શહેરની 28 ખાનગી લેબને ટેસ્ટિંગની મજૂરી મળી હતી. સરકારી લેબોરેટરીની સરખામણીએ ત્રણ ગણા લોકોએ ખાનગી લેબોરેટરીના રિપોર્ટ ઉપર ભરોસો મુક્યો હતો. આ હિસાબે ખાનગી લેબોરેટરીમાં ત્રણ ગણા વધુ ટેસ્ટિંગ થયા હતા.

લોકોએ મલ્ટિપલ ટેસ્ટ કરાવ્યા
કોરોનાની બીકના કારણે તેમજ ખાસ મુસાફરી કરવા માટે આરટીપીસીઆર ટેસ્ટિંગ ફરજિયાત હોવાથી સંખ્યાબંધ લોકોએ મલ્ટિપલ ટેસ્ટિંગ પણ કરાવ્યા હતાં. આ કારણે શહેરમાં ટેસ્ટિંગનો આંકડો ઊંચો ગયો હોઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ડોમ ઊભા કરી ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી હતી. તેના કારણે પણ લોકોના એકથી વધુ ટેસ્ટિંગ થયા હતા.

સરકારી લેબમાં 7.5 લાખથી વધુ ટેસ્ટ

સરકારી લેબોરેટરીકુલ ટેસ્ટ

બી.જે.મેડિકલ કોલેજ

3,61,503

સોલા મેડિકલ કોલેજ

1,18,748
કેન્સર ઈન્સ્ટિટ્યૂટ32,697
એસવીપી હોસ્પિટલ2,39,328

જીસીએસ મેડિકલ કોલેજ

5,118
કુલ7,57,394

​​​​​​​ખાનગી લેબમાં 19 લાખથી વધુ ટેસ્ટ

ખાનગી લેબોરેટરીકુલ ટેસ્ટ
યુનિપેથ લેબોરેટરી2,04,880
સુપ્રાટેક લેબોરેટરી6,32,736
  • ​​​​​​​​​​​​​​યુનિપથ-સુપ્રાટેક સિવાય 26 ખાનગી લેબમાં 10 લાખથી વધુ ટેસ્ટ થયા છે.

ટેસ્ટિંગમાં રાજ્યમાં અમદાવાદ મોખરે રહ્યું

શહેરખાનગી લેબમાં ટેસ્ટ

નાગરિકોએ ટેસ્ટ માટે ચૂકવેલો ચાર્જ

અમદાવાદ19,18,740190 કરોડ
સુરત4,89,55448 કરોડ
વડોદરા2,58,30825 કરોડ

​​​​​​​15 દિવસ પછી શહેરમાં કોરોનાના નવા 10 કેસ
શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ માત્ર એક આંકડામાં આવી રહ્યા છે, ત્યારે શનિવારે ફરીથી કોરોનાના દૈનિક કેસની સંખ્યા 10 પર પહોંચી છે. છેલ્લા 15 દિવસમાં 4 દિવસ એવા હતા કે એકપણ કેસ નોંધાયો ન હતો. બે દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, તો આજેપણ એકેય દર્દીનું મૃત્યુ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...