કોરોનાનો કહેર / લોકડાઉનના કારણે અમદાવાદીઓ બરફના ગોલા-આઈસ્ક્રીમની મજા ન માણી શક્યા, વેપારીઓને કરોડોનું નુકસાન

ahmedabadis could not enjoy ice cream and ice gola due to lockdown, traders lose crores
X
ahmedabadis could not enjoy ice cream and ice gola due to lockdown, traders lose crores

  • વેપારીઓને આખી સીઝન ગોલા-આઈસ્ક્રીમનો ધંધો ન થતા નુકસાન
  • અમદાવાદીઓ કહે છે ગોલા ખાધા વિના ન રહી શકીએ એકવાર તો ખાવો પડે

અનિરુદ્ધસિંહ મકવાણા

અનિરુદ્ધસિંહ મકવાણા

May 22, 2020, 05:33 PM IST

અમદાવાદ. કોરોના વાઇરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. માર્ચથી જૂન મહિનો ઉનાળાની સિઝન હોય છે, જેને પગલે અમદાવાદીઓ બરફના ગોલાની ખાસ મજા માણતા હોય છે. ઉનાળાના બે મહિના લોકડાઉનમાં વીતી જતાં આ વર્ષે અમદાવાદીઓને બરફના ગોલા, લાઈવ આઈસ્ક્રીમ અને શેરડીના રસની મજા માણવા મળી નથી. રાજ્યમાં લોકડાઉન હળવું છે પરંતુ રાતે 7થી સવારે 7 વાગ્યા સુધી કરફ્યુ હોવાથી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ છે જેથી આ વર્ષે 31 મે સુધી અમદાવાદીઓ ગોલાની મજા માણી શકશે નહિ. ગોલા અને આઇસ્ક્રીમના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

માર્ચમાં ખરીદેલો લાખો રૂપિયાનો માલસામાન ફેંકી દેવો પડ્યો

અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ગોલા-આઈસ્ક્રીમના વેપારી જાગૃતિબેન ચોક્સીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા અમદાવાદમાં એસ.જી હાઇવે અને સેટેલાઈટમાં કુલ પાંચ આઉટલેટ છે. દર વર્ષે સીઝનમાં અંદાજીત 8 લાખનો નફો થતો હોય છે પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે વેપાર જ થયો નથી. આઈસ્ક્રીમ અને ગોલાની સિઝન શરૂ થતાંની સાથે જ માર્ચમાં લાખો રૂપિયાનો માલસામાન પણ ખરીદી લીધો હતો જે અમારે ફેંકી દેવો પડ્યો છે. આ વર્ષે હવે આઈસ્ક્રીમ-ગોલાનો વેપાર જ શરૂ કરી શક્યા ન હોવાથી અમારે રૂ.10 લાખનું નુકસાન વેઠવું પડ્યું છે. અમદાવાદમાં આઈસ્ક્રીમ અને ગોલાના નાના-મોટા અંદાજે 5000 જેટલા વેપારીઓ હશે જેમને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે.

સીઝનમાં અમારે દરરોજ ગોલો ખાવા જઈએ છીએઃ સ્વાતિ

જ્યારે સેટેલાઈટમાં રહેતા સ્વાતિએ જણાવ્યું હતું કે હું ગોલા અને આઈસ્ક્રીમ ખાવાની શોખીન છું. સીઝનમાં અમારે દરરોજ ગોલો ખાવા જઈએ છીએ પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે બહાર નથી જઈ શકતા અને ગોલો કે આઈસ્ક્રીમ ખાવા નથી મળ્યો. હું તો બીમાર હોવ તો પણ મારે આઈસ્ક્રીમ ખાવા જોઈએ છીએ પરંતુ આ વર્ષે હવે મને નથી લાગતું કે ગોલો કે લાઈવ તવા આઈસ્ક્રીમનો સ્વાદ માણવા મળે.

લોકડાઉનના કારણે ગોલા અને આઈસ્ક્રીમની મજા માણવા મળે એવું લાગતું નથીઃ ગુંજન 
તેમજ નારણપુરામાં રહેતા ગુંજન પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉનાળામાં તો વોક કરવા નીકળીએ તો પણ ગોલાને જોતા પોતાના મનને ખાતાં રોકી શકતા નથી. ઉનાળાના વેકેશન દરમ્યાન ઘરે કાકા-બાપા-મામાના ઘરે બાળકો આવતા હોય છે અને સાંજે ગોલા ખાવા જવાનો ફિક્સ પ્રોગ્રામ હોય જ છે. અમદાવાદીઓ સ્વાદના રસિયા છે અને પૈસા ખર્ચી સારું ખાય છે, પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે ગોલા અને આઈસ્ક્રીમની મજા માણવા મળી નથી અને આ વર્ષે માણવા મળે તેવું લાગતું નથી. પરંતુ આ વર્ષે સીઝનમાં એકવાર તો ગોલા અને લાઈવ આઇસ્ક્રીમની મજા ચોક્કસ માણવા ઈચ્છું છું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી